બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'On the Indian plane on 19 November'... Terrorist Pannu's threatening video, World Cup cricket also mentioned

ધમકી / 'એર ઈન્ડીયાના પ્લેનમાં 19 નવેમ્બરે'... આતંકી પન્નૂનો ધમકીભર્યો વીડિયો, વર્લ્ડ કપ ક્રિકેટનો પણ ઉલ્લેખ

Vishal Khamar

Last Updated: 10:56 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં પન્નુએ એર ઈન્ડિયાના વિમાનને લઈને ધમકી આપી છે. પન્નુએ 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવાનું કહ્યું છે.

  • ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિહ પન્નુનો વીડિયો વાયરલ
  • પન્નુ એર ઈન્ડિયાનાં વિમાનને લઈ આપી ધમકી
  • 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવાનું ટાળોઃ મન્નુ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે.જેમાં પન્નુએ એર ઈન્ડિયાના વિમાનને લઈને ધમકી આપી છે.પન્નુએ કહ્યું છે કે 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરો, નહીં તો જાન પર ખતરો રહેશે.પન્નુએ કહ્યું કે અમે શીખ લોકો કહી રહ્યા છીએ કે 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં ઉડાન ન ભરો.આ દિવસે વૈશ્વિક નાકાબંધી થશે અને તમારું જીવન જોખમમાં હશે.પન્નુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઈન્દીરા ગાંધી એરપોર્ટનું નામ બદલાશેઃ પન્નુ
પોતાની ચેતવણીમાં કેટલાક વધુ દાવા કર્યા છે .આ દાવામાં તેણે કહ્યું છે કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે.ખાલિસ્તાની આતંકવાદીએ એમ પણ કહ્યું કે આ તે દિવસ હશે જ્યારે ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ રહી હશે.પન્નુ અમેરિકા સ્થિત પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે.19 નવેમ્બરે તેણે પીએમ મોદીને ધમકી આપી હતી અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાંથી પાઠ શીખવા કહ્યું હતું.એક વીડિયો સંદેશમાં તેણે કહ્યું હતું કે પંજાબથી પેલેસ્ટાઈન સુધી ગેરકાયદે કબજા હેઠળ રહેતા લોકો આ અંગે પ્રતિક્રિયા આપશે.

પન્નુ વિરૂદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે
અમૃતસરમાં જન્મેલા પન્નુની 2019થી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારબાદ તપાસ એજન્સીએ તેની સામે પહેલો કેસ નોંધ્યો હતો.પન્નુ પર પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં ધાકધમકી આપી ભય અને આતંક ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. સ્પેશિયલ NIA કોર્ટે 3 ફેબ્રુઆરી, 2021ના રોજ પન્નુ વિરુદ્ધ ધરપકડનું બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.ગયા વર્ષે 29 નવેમ્બરના રોજ તેને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ