બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / On the day of the wedding itself, the bridegroom's strange behavior the incomplete wedding ceremony followed the bride to the room beat her

ઉત્તર પ્રદેશ / ફેરા ફરતા પહેલા દુલ્હાએ આવેશમાં આવી કર્યો કાંડ, દુલ્હન રૂમમાંથી રડતી નીકળી, જાન ગઈ પાછી

Vishal Dave

Last Updated: 05:24 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પછી જ્યારે દુલ્હન સ્ટેજ પરથી તેના રૂમમાં ગઈ તો વર પણ ત્યાં પહોંચી ગયો અને વાત કરવા લાગ્યો. દરમિયાન, વરરાજા કોઇ વાતને લઇને એટલો બધો ગુસ્સે થઇ ગયો કે તેણે તેની ભાવિ પત્નીને મારવાનું શરૂ કરી દીધું

એક યુવતીને તેના પતિને લઇને અને તેના ભાવિ જીવનને લઇને અનેક સપનાઓ સજાવતી હોય છે. .. પરંતુ યૂપીના ઇટાવામાં એક યુવતી માટે તેના લગ્નના દિવસેજ તેના સપનાઓ પર પાણી ફરી વળ્યું.  લગ્નના દિવસે અધુરી વિધિમાંજ યુવતી સ્ટેજ પરથી રૂમમાં ગઇ તો વરરાજા પણ પાછળ પાછળ ગયો અને ત્યાં કોઇ વાતને લઇને તેણે રૂમમાં જ યુવતીને માર મારવાનું શરૂ કરી દીધું. 

 દુલ્હન સ્ટેજ પરથી રૂમમાં ગઇ તો યુવક પણ પાછળ-પાછળ રૂમમાં ગયો 

સમગ્ર ઘટનાને વિગતે જોઇએ તો ઇટાવાના બસરેહર ગામના એક પિતાએ  તેની પુત્રીના લગ્ન કરહાલ મૈનપુરીમાં નક્કી કર્યા હતા. કરહાલમાં લગ્ન સમારોહ યોજાવાનો હતો. શનિવારે દુલ્હન પક્ષના લોકો દુલ્હનને લઈને કરહાલના ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. કન્યા પણ સજ્જ થઈ ગઈ અને જયમાલાનો કાર્યક્રમ થયો. થોડા સમય પછી જ્યારે દુલ્હન સ્ટેજ પરથી તેના રૂમમાં ગઈ તો વર પણ ત્યાં પહોંચી ગયો અને વાત કરવા લાગ્યો. દરમિયાન, વરરાજા કોઇ વાતને લઇને એટલો બધો ગુસ્સે થઇ ગયો કે તેણે તેની ભાવિ પત્નીને મારવાનું શરૂ કરી દીધું અને ત્યાં હંગામો મચી ગયો.

માર મારવામાં આવ્યા બાદ કન્યાનો લગ્ન માટે ઇન્કાર 
 
 પતિ દ્વારા માર માર્યા બાદ કન્યા રડતી રહી. જ્યારે કન્યાને આગામી ધાર્મિક વિધિઓ કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેણે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. પરિવાર અને સંબંધીઓએ કન્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કોઈપણ સંજોગોમાં તૈયાર ન હતી અને રાત્રે જ તેના પરિવાર અને સંબંધીઓ સાથે તેના ઘરે પરત આવી ગઇ . રવિવારે બપોરે વરરાજાના પરિવારજનોએ પણ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ સમાધાન થયું ન હતું.

આ પણ વાંચોઃ અશ્લિલ વીડિયો વાયરલ થયો એટલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, ટિકિટ રિટર્ન કરી

કઇ વાતને લઇને યુવકે તેની ભાવિ પત્નીને માર મારવાનું શરૂ કરી દીધું અને શા માટે તે આટલો ગુસ્સે થઇ ગયો હતો તેને લઇને હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ એટલું ચોક્સ છે કે અધુરા લગ્ને જ યુવતી તેના પરિવારજનો સાથે તેના ઘરે પરત ફરી ગઇ હતી. આ મામલો હાલ સમગ્ર ઇટાવામાં ચર્ચાનો વિષય બન્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ