બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ભારત / upendra singh rawat refuses contest elections alleged obscene video viral lok sabha election

લોકસભા / અશ્લિલ વીડિયો વાયરલ થયો એટલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, ટિકિટ રિટર્ન કરી

Hiralal

Last Updated: 04:24 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બારાબંકીના સાંસદ ઉપેન્દ્ર રાવતે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પોતાનો અશ્લિલ વીડિયો વાયરલ થયાં બાદ તેમણે આ પગલું ભર્યું.

ઉત્તર પ્રદેશની બારાબંકી લોકસભા સીટથી ભાજપના સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે સોમવારે લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. પોતાનો એક અશ્લિલ વીડિયો વાયરલ થયાં બાદ તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો.

જ્યાં સુધી નિર્દોષ નહીં ત્યાં સુધી ચૂંટણી નહીં લડું
હાલમાં જ તેમનો કથિત વીડિયો વાયરલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. મીડિયાને આપેલા નિવેદનમાં ઉપેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે જ્યાં સુધી હું નિર્દોષ સાબિત નહીં થાઉં ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું. સાંસદના પ્રતિનિધિ દિનેશ ચંદ્ર રાવતે વાયરલ વીડિયો અંગે યુપી પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદમાં આ વીડિયોને ફેક અને ડીપફેક ગણાવ્યો હતો.

હું ડીપફેક વીડિયોનો ભોગ બન્યો-સાંસદ 
ભાજપના સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે મારો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ વીડિયોને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હું ડીપફેકનો શિકાર બન્યો છું. મેં બારાબંકી પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ જાણ કરી છે. 

શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં ઉપેન્દ્ર રાવત જેવો કોઈ શખ્સ વિદેશી મહિલા સાથે દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત અશ્લીલ વીડિયો અપ ટુ ડેટ છે. 5 મિનિટનો આ વીડિયો 31 જાન્યુઆરી 2022નો છે. વીડિયોનો સમય 8 વાગ્યાનો છે. વાયરલ થયેલો બીજો વીડિયો પણ મે 2022નો હોવાનું કહેવાય છે. આ સાથે જ ઘણા વધુ વીડિયો પણ વાયરલ થયા છે. વીડિયો વાયરલ થયા બાદ રાવત પર વિપક્ષોએ પસ્તાળ પાડી હતી. 

ભોજપુરી સ્ટાર પવન સિંહે પણ ટિકિટ પાછી આપી 
આ પહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ભાજપે પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી ઉમેદવાર બનાવ્યા હતા, જ્યાંથી ટીએમસી નેતા શત્રુઘ્ન સિન્હા હાલ સાંસદ છે. પવન સિંહે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું, 'હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કરીને આસનસોલથી ઉમેદવાર જાહેર કર્યો, પરંતુ કોઈ કારણસર હું આસનસોલથી ચૂંટણી નહીં લડી શકું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ