બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / On India-China border...: China's first reaction to violent clashes in Tawang

BIG NEWS / ભારત-ચીન બોર્ડર પર....: તવાંગમાં હિંસક અથડામણ મુદ્દે ચીનની પ્રથમ પ્રતિક્રિયા, આપ્યું મોટું નિવેદન

Priyakant

Last Updated: 01:49 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

9 ડિસેમ્બરે ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણની ઘટના બાદ આજે એટલે કે મંગળવારે ચીન તરફથી પહેલું નિવેદન સામે આવ્યું

  • તવાંગ હિંસક અથડામણ બાદ ચીન તરફથી પહેલું નિવેદન સામે આવ્યું 
  • હિંસક ઘટનાના અહેવાલો બાદ ભારત સરહદ પર સ્થિતિ 'સ્થિર' 
  • ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું,  સેનાએ બહાદુરીથી ચીનને જવાબ આપ્યો

અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણની ઘટના બાદ મંગળવારે (13 ડિસેમ્બર) ચીન તરફથી પહેલું નિવેદન સામે આવ્યું છે. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ચીને કહ્યું કે, હિંસક ઘટનાના અહેવાલો બાદ ભારત સરહદ પર સ્થિતિ 'સ્થિર' છે.

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ બહાદુરીથી ચીનને જવાબ આપ્યો. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા. આ દરમિયાન ભારતીય સેનાનો કોઈ જવાન શહીદ નથી થયા કે કોઈ જવાન ઘાયલ નથી થયા. 

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હું આ ગૃહને અરુણાચલના તવાંગમાં બનેલી ઘટના વિશે જણાવવા માંગુ છું. 9 ડિસેમ્બર 2022ના રોજ PLA જવાનોએ અતિક્રમણ કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. અમારી સેનાએ તેનો મજબૂતીથી સામનો કર્યો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. ભારતીય સેનાએ ચીની સૈનિકોને અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ