બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'OMG 2' movie 'Har Har Mahadev' song released, Akshay Kumar seen doing shiv tandav by burning Bhasma

VIDEO / 'OMG 2' ફિલ્મનું 'હર હર મહાદેવ' ગીત થયું રિલીઝ, ભસ્મ લગાવી શિવ તાંડવ કરતા જોવા મળ્યો અક્ષય કુમાર

Megha

Last Updated: 03:48 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ઓહ માય ગોડ 2' વર્ષ 2012માં રિલીઝ થયેલી OMGની સિક્વલ છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ થયું હતું, હવે ફિલ્મનું બીજું ગીત 'હર હર મહાદેવ' રિલીઝ થયું છે.

  • અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ OMG 2 આ દિવસોમાં ઘણી ચર્ચામાં
  • OMG 2  ફિલ્મનું બીજું ગીત 'હર હર મહાદેવ' રિલીઝ થયું છે
  • ગીતમાં અક્ષય કુમાર શિવ તાંડવ કરતો જોવા મળ્યો હતો 

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'ઓહ માય ગોડ 2' (OMG 2) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. 'ઓહ માય ગોડ 2' વર્ષ 2012માં રિલીઝ થયેલી OMGની સિક્વલ છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.  હવે ફિલ્મનું બીજું ગીત 'હર હર મહાદેવ' રિલીઝ થયું છે. 

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'ઓહ માય ગોડ 2'નું નવું ગીત 'હર હર મહાદેવ' રિલીઝ થઈ ગયું છે. આ ગીતે રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર ધમાલ મચાવી દીધી છે. ગીતમાં અક્ષયનું મહાદેવ તરીકે ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને આ રૂપ લોકોણએ ઘણું પસંદ પણ આવી રહ્યું છે. ગીતમાં તમે જોઈ શકો છો કે અક્ષય તેના શિવ ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. તે પોતાના કપાળ પર ભસ્મ લગાવે છે અને પોતાના વાળ ખોલીને શિવ તાંડવ કરી રહ્યા છે. શિવ તાંડવ કરતી વખતે અક્ષય કુમારના ચહેરાના હાવભાવ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

'ઓહ માય ગોડ 2'ના નિર્માતા અને અક્ષય કુમારે તેમની ફિલ્મનું ગીત 'હર હર મહાદેવ' શ્રાવણ મહિનામાં રિલીઝ કર્યું છે. આ મહિનો શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જણાવી દઈએ કે 'હર હર મહાદેવ' ગીતનું સંગીત વિક્રમ મોન્ટ્રોસે આપ્યું છે.જ્યારે આ ગીતને વિક્રમે પોતાનો અવાજ આપ્યો છે.આ ગીતના બોલ શેખર અસ્તિત્વ દ્વારા લખવામાં આવ્યા છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ 'ઓહ માય ગોડ 2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ટીઝર થયું છે રિલીઝ 
ફિલ્મ OMG2  ટીઝરથી અક્ષય કુમારે ફરી એકવાર તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ સાથે જ ટીઝરમાં પંકજ ત્રિપાઠીની જોરદાર એક્ટિંગની ઝલક પણ જોવા મળી છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં 'હર હર મહાદેવ' ના નારા ગુંજવાનો અવાજ સંભળાય છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

જણાવી દઈએ કે 'OMG 2' 2012માં આવેલી ફિલ્મ 'OMG'ની સિક્વલ છે, જેમાં પરેશ રાવલે ભગવાન વિરુદ્ધ કેસ કર્યો હતો અને અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 'OMG 2' અક્ષયની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને વાયાકોમ18 સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સિક્વલમાં નવા અને જૂના કલાકારોનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ છે. 

અરુણ ગોવિલ શ્રીરામના અવતારમાં દેખાશે 
'OMG 2'નું બીજું એક રસપ્રદ પાસું એ છે કે અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકામાં પાછા આવશે. આ સાથે 'OMG'માં સાધુની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિંદ પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. તેથી જ તેની બોક્સ ઓફિસ પર 'ગદર 2' સાથે ટક્કર થશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ