ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / આરોગ્ય / મોટાપાના કારણે વધી શકે છે બ્રેસ્ટ કેન્સરનો ખતરો, જાણો બંને વચ્ચે શું છે કનેક્શન

સ્વાસ્થ્ય / મોટાપાના કારણે વધી શકે છે બ્રેસ્ટ કેન્સરનો ખતરો, જાણો બંને વચ્ચે શું છે કનેક્શન

Last Updated: 12:43 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Breast Cancer: મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર ખૂબ જ કોમન બીમારી છે. આખી દુનિયામાં કરોડો મહિલાઓ આ બિમારીથી પોતાનો જીવ ગુમાવે છે. તેનું પ્રમુખ કારણ સ્થૂળતા જણાવવામાં આવે છે

ADVERTISEMENT

બ્રેસ્ટ કેન્સર મહિલાઓને થતી ખતરનાક બીમારી છે. આખી દુનિયામાં દર વર્ષે તેનાથી લાખો મહિલાઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે. બ્રેસ્ટ કેન્સરના ઘણા કારણો હોઈ શકે છે. જો કોઈ ફેમિલી હિસ્ટ્રી રહી છે તો તેને પણ બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી શકે છે.

Cancer.jpg

બ્રેસ્ટ કેન્સર ક્યારે થાય છે?

જ્યારે બ્રેસ્ટમાં સેલ્સ અનિયમિત રીતે ખૂબ વધારે વધી જાય છે તો તે ટ્યૂમરનું રૂપ લઈ લે છે. આ કેન્સર વાળું ટ્યૂમર શરીરના બીજા અંગોમાં પણ ફેલાઈ શકે છે. તેના કારણે મહિલાનો જીવ પણ જઈ શકે છે. હાલમાં જ થયેલી એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે બ્રેસ્ટ કેન્સરનું એક પ્રમુખ કારણ છે સ્થૂળતા. કેન્સર ઘણા કારણોથી થઈ શકે છે પરંતુ સ્થૂળતા મહિલાઓના બ્રેસ્ટ કેન્સરનું પ્રમુખ કારણ છે.

શું કહે છે NCBIનો રિપોર્ટ?

NCBIના રિપોર્ટ અનુસાર બ્રેસ્ટ કેન્સરના મામલા દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું પ્રમુખ કારણ મહિલાઓમાં મેનોપોઝના બાદ અચાનકથી સ્થૂળતા ખૂબ વધે છે. જો મેનોપોઝના બાદ વજન વધે છે તો કેન્સરનું જોખમ પણ ઝડપથી વધે છે. મેનોપોઝ બાદ બ્રેસ્ટ કેન્સરનું જોખમ ખૂબ વધારે વધી જાય છે. ખાસ કરીને 50 કે તેનાથી વધારે ઉંમર વાળી મહિલાઓને પોતાના વજનને કંટ્રોલમાં રાખવું જોઈએ.

cancer-4.jpg

વધુ વાંચો: તો તમારો પણ જીવ બચી જશે, બસ કાર ચલાવતી વખતે આટલું ખાસ ધ્યાન રાખજો

સ્થૂળતાના કારણે કેમ થાય છે બ્રેસ્ટ કેન્સર?

મહિલાઓમાં એસ્ટ્રોજન હોય છે. જે બ્રેસ્ટ કેન્સરના વધવાના કારણે થાય છે. હકીકતે મેનોપોઝના બાદ અંડાશય એસ્ટ્રોજન હોર્મોન રિલીઝ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે મહિલાઓના શરીરમાં આ હોર્મોનનું લેવલ ઓછુ થઈ જાય છે. જે મહિલાઓનું વજન વધારે હોય છે. તેમનું એસ્ટ્રોજનનું લેવલ વધારે થઈ શકે છે. એસ્ટ્રોજનનું વધારે લેવલ કેન્સરના જોખમને વધારી શકે છે. કારણ કે આ હોર્મોન પણ ફેટી ટીશૂ દ્વારા બનેલું હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health News Obesity Breast Cancer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ