બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Now when will team India clash against Pakistan? See T20 World Cup Probable Schedule

T20 World Cup / હવે પાકિસ્તાન સામે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની ટક્કર? જુઓ T20 વર્લ્ડકપનું સંભવિત શેડ્યૂલ

Megha

Last Updated: 08:26 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપ યોજવવાનો છે અને તેના શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. કારણ કે તેઓ જાણવા માંગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે મેચ રમાશે.

  • ચાહકો ખાસ કરીને ભારત-પાકિસ્તાનના મેચની સૌથી વધુ રાહ જુએ છે. 
  • આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપ યોજવવાનો છે. 
  • દરેક લોકો જાણવા માંગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે મેચ રમાશે. 

ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને હાલ ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ મેચ રમી રહી છે. ટીમ ઈન્ડિયાના ચાહકો દરેક મેચ જોઈ છે અને ખેલાડીઓનું પ્રોત્સાહન વધારે છે પણ દરેક ચાહકો ખાસ કરીને ભારત-પાકિસ્તાનના મેચની સૌથી વધુ રાહ જુએ છે. આ મેચની તો ફક્ત ટીમ ઈન્ડિયા ચાહકો જ નહીં પરતું દરેક ક્રિકેટ ફેન્સ રાહ જુએ છે. 

હવે એ વાત તો જાણીતી જ છે કે આ વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપ યોજવવાનો છે. T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે જે આઈપીએલ પછી યોજાશે. એવામાં દરેક લોકો આ વર્લ્ડ કપના શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે અને જાણવા માંગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે મેચ રમાશે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર T20 વર્લ્ડ કપનું એક શેડ્યૂલ વાયરલ થયું છે. જો કે  ICC દ્વારા સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ માનવામાં આવે છે કે T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ કઇંક આવું જ રહેશે. 

કઇંક આવું હશે T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ 
5 જૂન, ભારત VS આયર્લેન્ડ, ન્યુયોર્ક
9 જૂન, ભારત VS પાકિસ્તાન, ન્યૂયોર્ક
12 જૂન, ભારત VS અમેરિકા, ન્યુયોર્ક
15 જૂન ભારત VS કેનેડા, ફ્લોરિડા
જૂન 20, ભારત VS C1 (ન્યુઝીલેન્ડ, બાર્બાડોસ)
22 જૂન, ભારત VS શ્રીલંકા, એન્ટિગુઆ
24 જૂન, ભારત VS ઓસ્ટ્રેલિયા, સેન્ટ લુસિયા

વધુ વાંચો: VIDEO : વિરાટ કોહલી અને શુભમન ગિલનો બ્રોમાન્સ વાયરલ! ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે કપલ ડાન્સે લૂંટી મહેફિલ

26 જૂન, સેમિફાઇનલ 1, ગયાના
28 જૂન, સેમિ-ફાઇનલ 2, ત્રિનિદાદ
જૂન 29, ફાઇનલ, બાર્બાડોસ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ