બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / SA vs IND VIDEO: Virat Kohli and Shubman Gill's Bromance Viral! The couple danced amid the team's poor performance

SA vs IND / VIDEO : વિરાટ કોહલી અને શુભમન ગિલનો બ્રોમાન્સ વાયરલ! ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે કપલ ડાન્સે લૂંટી મહેફિલ

Published By: Megha

Last Updated: 11:39 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં કિંગ કોહલી મસ્તીનાં મૂડમાં દેખાયા હતા. વિરાટ કોહલીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ શુભમન ગિલ સાથે મસ્તી કરતાં નજર આવી રહ્યા છે.

  • સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં કિંગ કોહલી મસ્તીનાં મૂડમાં દેખાયા. 
  • કોહલીનો એક વિડીયો વાયરલ થયો જેમાં તેઓ ગિલ સાથે મસ્તી કરતાં નજર આવ્યા. 
  • વિરાટ અને શુભમને એકબીજાનો હાથ પકડીને ડાન્સ કર્યો હતો. 

ગઇકાલે સાઉથ આફ્રિકા સામે રમાયેલ બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે વિરાટ કોહલી ખૂબ એક્ટિવ દેખાઈ રહ્યા હતા. પહેલી ઇનિંગમાં સાઉથ આફ્રિકા 55 રન પર આઉટ થઈ અને તેના જવાબમાં ટીમ ઈન્ડિયા 153 રન બનાવી શકી હતી. જો કે પહેલા દિવસે બંને ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું પંરતુ કિંગ કોહલી મસ્તીનાં મૂડમાં જોવા મળ્યા હતા. 

મેચના પહેલા દિવસે વિરાટ કોહલીએ રન બનાવવાની સાથે સાથે ટીમ ઈન્ડિયાના બોલરને ગાઈડ કરતાં નજરે ચઢ્યા હતા. આ સાથે જ કોહલીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સાઉથ આફ્રિકન કેશવ મહારાજ બોલિંગ કરવા આવ્યા સ્ટેડિયમમાં રામ સિયા રામ ગીત વાગવા લાગ્યું. આ પછી વિરાટ કોહલીએ અચાનક જ ધનુષ ચલાવતો પોઝ આપ્યો અને તીર છોડ્યું. આ પછી વિરાટ કોહલીએ ફરી પોતાના બંને હાથ જોડી દીધા હતા. 

હવે વિરાટ કોહલીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ શુભમન ગિલ સાથે મસ્તી કરતાં નજર આવી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે વિરાટ અને ગિલ સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યા હતા. બંનેએ રમત પૂરી થાય તે પહેલા જ એકબીજાનો હાથ પકડીને ડાન્સ કર્યો હતો. આ દરમિયાન બંને હસવાનું રોકી શક્યા નહીં. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે. 

ટેસ્ટ મેચનો પહેલો દિવસ કેવો રહ્યો? જાણો 
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 8 રનના સ્કોર સુધીમાં તેના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી તો 15 રન સુધી પંહોચતા 4 વિકેટ ગુમાવી હતી. પછી પણ વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો અને ટીમ સસ્તામાં આઉટ થઈ ગઈ. યજમાન ટીમે તેના પ્રથમ દાવમાં માત્ર 23.2 ઓવરની જ બેટિંગ કરીને 55 રન બનાવી શકી હતી. 

વધુ વાંચો: VIDEO : ચાલુ મેચમાં વાગ્યું 'રામ... સિયા... રામ', ખુશીથી ઝૂમી ઉઠ્યો વિરાટ કોહલી, વીડિયો થયો વાયરલ

ભારતીય ટીમે શૂન્ય પર 6 વિકેટ ગુમાવી દીધી હતી
હવે જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ આવી ત્યારે દરેકને આશા હતી કે બેટ્સમેન પહાડ જેવો સ્કોર બનાવશે પણ એવું થયું નહીં. ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં વાર્તા દક્ષિણ આફ્રિકા જેવી જ હતી. પ્રથમ દાવમાં ભારતીય ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં ભારતીય ટીમની છેલ્લી 6 વિકેટો શૂન્ય પર પડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના નામે આ શરમજનક રેકોર્ડ બીજી વખત બન્યો છે. છેલ્લા 6 બેટ્સમેનમાંથી 5 પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. 33 ઓવર સુધી, ટીમનો સ્કોર 4 વિકેટે 153 રન હતો, આ પછી વિકેટો પડવાનો ધમધમાટ શરૂ થયો અને ભારતીય ઇનિંગ્સનો આગામી 11 બોલમાં અંત આવ્યો હતો.

પ્રથમ દિવસે બીજી સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ 
મેચના પ્રથમ દિવસે 75.1 ઓવરની રમત શક્ય બની હતી, જેમાં બંને ટીમોએ કુલ 270 રન બનાવ્યા હતા અને આ દરમિયાન 23 વિકેટ પડી હતી. આ ટેસ્ટ ઈતિહાસમાં મેચના શરૂઆતના દિવસે બીજી સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ બની ગયો. જણાવી દઈએ કે 1902માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેલબોર્ન ટેસ્ટમાં પહેલા દિવસે 25 વિકેટ પડી હતી. આ 100 વર્ષથી વધુ જૂનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

IND vs SA Ind vs SA Test Match SA vs IND Virat Kohli Virat Kohli and Shubman Gill વિરાટ કોહલી વિરાટ કોહલી વિડીયો IND vs SA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ