બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Now Rajasthan's turn! After Gujarat, the storm spread towards the north-east
Priyakant
Last Updated: 08:51 AM, 16 June 2023
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બિપોરજોય વવાઝોડું ગુરુવારે (15 જૂન) રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદ વાવાઝોડાની ગતિ સતત ઘટી રહી છે. જખૌ અને માંડવી સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં પવનની ગતિ 75 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની નજીક છે.
શું કહ્યું હવામાન વિભાગે ?
હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડાને કારણે આજે અને આવતીકાલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે (16 જૂન) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ રહેશે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.
#WATCH | Gandhinagar, Gujarat: The eye of the storm is currently near the Pakistan-Kutch border. The wind had an average speed of 78 kmph. There are chances of power outages. As per IMD's forecast, the storm will reach southern Rajasthan tomorrow. People have been alerted in the… pic.twitter.com/gXPsefnsvx
— ANI (@ANI) June 15, 2023
ADVERTISEMENT
અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાઇ થયા
કચ્છ જિલ્લાના જખૌ અને માંડવ પાસે કેટલાય વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા. દ્વારકામાં ઝાડ પડવાથી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, નેશનલ ડિઝાસ્ટર ફોર્સ અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલાઓ હટાવવાનું ચાલુ રાખે છે. સેનાએ ભુજ, જામનગર, ગાંધીધામ તેમજ નલિયા, દ્વારકા અને માંડવીમાં આગળના સ્થળોએ 27 રાહત સ્તંભો તૈનાત કરી છે.
વાયુસેનાએ વડોદરા, અમદાવાદ અને દિલ્હીમાં એક-એક હેલિકોપ્ટર તૈયાર રાખ્યું છે. નેવીએ બચાવ અને રાહત માટે ઓખા, પોરબંદર અને બકાસુર ખાતે 10-15 ટીમો તૈનાત કરી છે, જેમાં પ્રત્યેકમાં પાંચ ડાઇવર્સ અને સારા તરવૈયાઓનો સમાવેશ થાય છે. IMDના અમદાવાદ યુનિટના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ચક્રવાતની તીવ્રતા ઓછી થવા છતાં શુક્રવારે જોરદાર પવન ફૂંકાશે.
99 ટ્રેનો રદ કરવામાં આવી
ગુજરાતના અનેક જિલ્લાઓની હાલત દયનીય છે. માંડવીમાં દરિયાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાતી તોફાન બિપરજોયની અસર વલસાડમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના ગીર સોમનાથમાં દરિયાના મોજા સાથે અથડાતા એક મકાન ધરાશાયી થયું છે, જ્યારે અનેક મકાનોને ભારે નુકસાન થયું છે. બિપોરજોય વાવાઝોડાની અસર ટ્રેન સેવાઓ પર પણ જોવા મળી છે. 18 જૂન સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં 99 ટ્રેનો રદ કરવામાં આવી છે. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, તોફાન બાદ અત્યાર સુધીમાં 22 લોકો ઘાયલ થયા છે અને 23 જાનવરોના મોત થયા છે. આ સાથે આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના છે.
શું કહ્યું IMDએ ?
IMDના ડિરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, ચક્રવાત બિપોરજોય ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને પાકિસ્તાનના દરિયાકાંઠાને અડીને આવેલા સૌરાષ્ટ્ર-કચ્છને વટાવી ગયું છે. ચક્રવાત હવે દરિયામાંથી જમીન તરફ આગળ વધ્યું છે અને તેનું કેન્દ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તરફ છે. તેમણે કહ્યું કે, 16 જૂનની સાંજે ચક્રવાતી તોફાન ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.