બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Not only seat belt or over speeding, many unknown reasons can deduct your challan, know what are the rules

તમારા કામનું / સાચવજો! ખાલી સીટ બેલ્ટ બાંધી લેવાથી બચી જશો એવું નથી, આ ભૂલ કરી તો પણ થઈ શકે છે મસમોટો દંડ

Megha

Last Updated: 05:26 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિગ્નલ તોડવું, ઓવર સ્પીડ, કાગળો વિના વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન પહેરવા સિવાય અમે તમને બીજા એવા થોડા નિયમો વિશે જણાવશું જેનાથી તમારું ચલણ કપાઈ શકે છે..

  • ગાડી પાર્ક છે છતાં પણ ચાલુ રાખી છે તો ચલણ કપાઈ શકે 
  • તમારા વાહનમાં એક્સેસરીના નામ પર સ્ક્રીન લગાવી છે તો પણ કપાઈ શકે 
  • હાઇ બીમ પર કાર ચલાવો તો 1 હજારનું ચલણ કપાઈ શકે 

ટ્રાફિક નિયમ અને ચલણ આ બે શબ્દોથી દરેક લોકો હંમેશા દૂર જ રહેવા માંગે છે. એવામાં જો ચલણની વાત આવે ત્યારે અમુક વાતો ધ્યાનમાં આવે છે જેવી કે સિગ્નલ તોડવું, ઓવર સ્પીડ, કાગળો વિના વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન પહેરવો અને બીજી ઘણી બધી, પણ શું તમે જાણો છો કે જો તમે રસ્તા પર કાર પાર્ક કરી છે અને તે ચાલુ છે તો પણ તમારું ચલણ કાપવામાં આવી શકે છે. બસ આટલું જ નહીં પણ જો તમે તમારા વાહનમાં એક્સેસરીના નામ પર સ્ક્રીન લગાવી છે અને તમે તેના પર વીડિયો જોવાની મજા લઈ રહ્યા છો તો પણ તમારું ચલણ કાપવામાં આવી શકે છે. આજે અમે તમને આવા જ થોડા નિયમો વિશે જણાવશું જેનાથી તમારું ચલણ કપાઈ શકે છે.. 



ગાડી પાર્ક છે છતાં પણ ચાલુ રાખી છે 
જો કે આ નિયમ હાલ આખા દેશમાં લાગુ છે પરંતુ તેની વધુ અસર મોટા શહેરોમાં વધુ જોવા મળી રહી છે. જો તમે પાર્કિંગમાં કાર પાર્ક કરો છો અને તેનું એન્જિન શરૂ છે તો તમારું ચલણ કપાઈ શકે છે. આ નિયમ લાગુ કરવાની પાછળ તેનું મુખ્ય કારણ પ્રદૂષણ છે. એવામાં તમારું 2 હજાર રૂપિયા સુધીનું ચલણ કપાઈ શકે છે.

હાઇ બીમ પર કાર ચલાવો તો 1 હજારનું ચલણ કપાઈ શકે 
જો તમે શહેરમાં રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે ગાડીમાં હાઇ બીમનો ઉપયોગ કરો છો તો તેને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવે છે અને તેના પર 1000 રૂપિયા સુધીનું ચલણ કપાઈ શકે છે. હાઇબીમ એ ડીપર દેવા અને હાઇવે પર ઉપયોગ કરવા માટે જ વાપરવામાં આવે છે. 

ગાડીમાં મલ્ટીમીડિયા સ્ક્રીન લાગેલ હોય 
આમ તો આજકાલ દરેક ગાડીમાં મલ્ટિ-મીડિયા સ્ક્રીનનો ઉપયોગ સામાન્ય રીતે દરેક વેરિયન્ટ્સમાં જોવા મળે છે પરંતુ તેમાં લાગેલ વિડિયો ઓપ્શન ત્યારે જ કામ કરે છે જ્યારે તમારી કાર પાર્ક કરેલી હોય. પરંતુ આજકાલ કેટલાક લોકો વાહનોમાં એક્સેસરી તરીકે એ સ્ક્રીન લગાવે છે અને આખો સમય તેમાં વીડિયો ચલાવી શકે એ રીતે તેનો ઉપયોગ કરે છે. આવામાં જો તમે ચાલતા વાહનમાં સ્ક્રીન પર વિડિયો જોવાની મજા લેતા કારમાં મુસાફરી કરી રહ્યા છો તો 5 હજાર રૂપિયાનું ચલણ કાપવામાં આવી શકે છે. 

રેપિંગ અથવા રિપેઈન્ટ
આજકાલ વાહનને રેપિંગ કરવાનો ટ્રેન્ડ ઘણો ચાલી રહ્યો છે ઉદાહરણ તરીકે સફેદ કાર લીધા પછી જો કોઈ તેને મેટ બ્લેક કલરમાં લગાવે છે તો એવામાં તમારું ચલણ કપાઈ શકે છે. રજીસ્ટ્રેશનમાં તમારા વાહનનો રંગ જે છે એ જ રંગ હોવો જોઈએ, જો તમે રેપિંગ અથવા રિપેઈન્ટ કરાવો છો તો તમારે તેના વિશે RTOમાં જાણ કરવી અને એ સાથે જ આરસીમાં ફેરફાર કરવો જરૂરી બને છે.

એક્ઝોસ્ટ સિસ્ટમ
આજકાલ ગાડીઓમાં મોંઘી એક્ઝોસ્ટ સિસ્ટમ્સ પણ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. તમને જણાવી દઈએ કે લાખોની કિંમતમાં આવતી આ લાઉડ એક્ઝોસ્ટ સિસ્ટમને કારણે તમારું ચલણ જ નહીં પણ તમારું વાહન પણ જપ્ત થઈ શકે છે. કારણ કે આ એક્ઝોસ્ટ સિસ્ટમ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. 

લાઇટ અને હોર્ન 
આ દિવસોમાં ઘણી કંપનીઓ તેમના વાહનોમાં પ્રોજેક્ટર હેડલેમ્પ ઓફર કરે છે પણ કંપનીઓ દ્વારા આપવામાં આવતા લેમ્પ ધારાધોરણ મુજબના હોય છે.  આ સાથે જ એસેસરીઝ માર્કેટમાં ઘણા પ્રોજેક્ટર હેડલેમ્પ્સ એવા પણ છે જેનું વોટેજ વધુ હોય છે અને આરટીઓ ધોરણો હેઠળ નથી આવતા . આવા લેમ્પ્સનો ઉપયોગ કરવા પર પણ 2 હજારનું ચલણ કપાઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ