બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / વિશ્વ / north-korea-threatens-to-give-america

NULL / ઉ. કોરિયાએ અમેરિકાને આપી ધમકી US સાત પેઢી યાદ રાખશે એવો ઐતિહાસિક હુમલો કરીશ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો તણાવ ચરમ સીમાએ પહોંચી ગયો છે. પરિસ્થિતિ એ હદે વણસી ગઈ છે કે બંને દેશો કોઈ પણ સમયે ત્રીજા વિશ્વયુદ્ધનો આગાઝ કરી શકે છે. વૈશ્વિક દેશોના નાકમાં જેણે દમ કરી રાખ્યો છે  એ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે ટ્રમ્પને ખુલ્લી ધમકી આપી દીધી છે. કિમ જોંગે કહ્યું છે કે તે અમેરિકા પર એવો ઐતિહાસિક હુમલો કરશે જે સાત પેઢીઓ યાદ રાખશે. કિમ જોંગે ટ્રમ્પને માનસિક અસ્થિર અને ગેંગસ્ટર ગણાવ્યા છે.  
  • ઉત્તર કોરિયાના તાનાશાહની ટ્રમ્પને સૌથી મોટી ધમકી  
  • અમેરિકા પર હાઇડ્રોજન બોમ્બ નાખવાની ધમકી  
  • ટ્રમ્પને ગણાવ્યા માનસિક અસ્થિર અને ગેંગસ્ટર   

અમરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બંને દેશો એકબીજા વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે. પરમાણું હથિયારો અને મિસાઇલની વધતી તાકાત જાણે કે કિમ જોંગના માથે ચઢી રહી છે. કિમ જોંગે અમેરિકાને હઇડ્રોજન બોમ્બની ધમકી આપી દીધી છે. કિમ જોંગે કહ્યું કે અમેરિકા પર એવો ઐતાહિસિક હૂમલો કરશે કે અમેરિકા આખે આખું ખતમ થઈ જશે. આટલું ઓછું હોય તેમ જોંગે ટ્રમ્પને માનસિક અસ્થિર અને ગેંગસ્ટર ગણાવ્યા છે. કિમ જોંગે કહ્યું કે યુએનમાં ટ્રમ્પે આપેલી ધમકી બદલ મોટી કિંમત ચૂકવવી પડશે.  

અમેરિકાની ધમકીથી ઉશ્કેરાયેલા કિમ જોંગ ઉન ખુદ મીડિયા સામે આવ્યા છે. કિમ જોંગે ખુદને રોકેટ મેન કહેવા પર ટ્રમ્પની માનસિકતા પર સવાલ ઉઠાવ્યો છે. અને કહ્યું કે "સંયુક્ત રાષ્ટ્રના મંચ પર એક સંપ્રભુ રાષ્ટ્રને પૂર્ણ રીતે તબાહ કરવાનું નિવેદન માનસિક રીતે કંગાળ અમેરિકી રાષ્ટ્રપતિની અનૈતિક ઇચ્છાને દર્શાવે છે. "કિમ જોંગ ઉન પ્રમુખ ઉત્તર કોરિયા (15 સેકન્ડ) ઉત્તર કોરિયાની દલીલ છે કે આક્રમક અમરિકાથી બચવા માટે થઈને તેને પરમાણુ પ્રતિરોધક ક્ષમતાની જરૂર છે. જોકે અમેરિકાના નામે ઉત્તર કોરિયા જે ગતિથી પરમાણું હથિયારો વિકસાવી રહ્યું છે તેનાથી  દુનિયાના તમામ દેશો ચિંતિત છે.  

આ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુ~ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરતા ઉત્તર કોરિયાનો ખાત્મો કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે જો ઉત્તર કોરિયા નહીં માને તો અમેરિકા તેને તહેશ નહેશ કરી નાખશે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરતા ટ્રમ્પે ખબ કડક સૂરમાં ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધ લગાવવાના આદેશ આપી દીધા છે. ટ્રમ્પની ધમકીને પગલે ઉત્તર કોરિયાની આ સળગતી પ્રતિક્રિયા આવી છે.  

ઉત્તર કોરિયાની વધતી પરમાણું તાકાતથી વૈશ્વિક આગેવાનોમાં ખૌફનો માહોલ છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પણ તમામ આગેવાનોએ ઉત્તર કોરિયાની આ મનમાની સામે બાયો ચડાવી છે. અમેરિકાએ ઉત્તર કોરિયાના આર્થિક ફંડિંગના સોર્સ પર રોક લગાવવાનું નક્કી કરી લીધું છે. તો આ તરફ રશિયા અને જાપાન પણ ઉત્તર કોરિયાને પાઠ ભણાવવા તૈયારીઓ કરી રહ્યા છે. જોકે ઉત્તર કોરિયાની છુપી પરમાણું તાકાત વિશે કોઈને અંદાજો નથી અને આજ કારણ છે કે વિશ્વના મોટા દેશો ઉત્તર કોરિયા પર હુમલો કરતા ડરી રહ્યા છે.  
  • ઉત્તર કોરિયાના તાનાશાહની ધમકી 
  • દેશની સૌથી મોટી મહાસત્તાને ફેંક્યો પડકાર 
  • ટ્રમ્પની ધમકી બાદ મીડિયામાં આવ્યા કિમ જોંગ ઉન 
  • અમેરિકા પર હાઇડ્રોજન બોમ્બની આપી ધમકી 
  • એક બીજાને તબાહ કરવા પર ઉતારું થયા અમેરિકા-ઉત્તર કોરિયા 
  • ટ્રમ્પને માનસિક રીતે વિકલાંગ ગણાવ્યા 
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઉત્તર કોરિયા વિરુદ્ધ ટ્રમ્પનું ભાષણ 
  • ટ્રમ્પની સ્પીચથી ભડક્યા કિમ જોંગ ઉન 
  • ઉત્તર કોરિયાને નથી રહ્યો વૈશ્વિક સમુદાયનો ડર 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ