ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / North Korea test-fired a missile at sea causing tensions between neighboring countries
ADVERTISEMENT
ADVERTISEMENT
સમગ્ર વિશ્વનું ધ્યાન હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ તઈ રહ્યું છે તેના પર છે. ત્યારે આ સમયે ઉત્તર કોરિયાએ ફરીથી દરિયામાં એક બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ વાતની જાણકારી પણ કોર્યાના પાડોશી દેશો દ્વારા આપવામાં આવી છે અને ઉત્તર કોરિયાની આ કરતૂતને કારણે પાડોશી દેશોમાં હવે ભય ફેલાઈ ગયો છે.
એક વર્ષમાં કર્યા 8 પરિક્ષણ
ADVERTISEMENT
આ વર્ષે ઉત્તર કોરિયાના હથિયારોનું આ આઠમું પરિક્ષણ છે અને 30 જાન્યુઆરી પછી પહેલુ પરિક્ષણ છે. ઘમા બધા નિષ્ણાંતોનું એમ કહેવું છે કે ઉત્તરકોરિયા તેના હથિયારોની ટેક્નોલોજીમાં સુધારો લાવી રહ્યું છે. જેમા લાંબા સમયથી અમેરિકા સાથે જે વાત રોકાઈ રહી છે તેના પ્રતિબંધોને છૂટા કરવા માટે દબાણ કરી રહ્યું છે.
જહાજ અને વિમાનને નથી પહોચ્યું કોઈ નુકશાન
ADVERTISEMENT
ઘણા એક્સપર્ટોનું એમ કહેવું છે કે અમેરિકા યુક્રેન સાથેના સંઘર્ષમાં વ્યસ્ત છે જેથી ઉત્તર કોરિયા આ વાતનો ફાયદો ઉઠાવીને પોતાના પરિક્ષણની ગતિવીધીઓ તેજ કરી રહ્યું છે. આ બધા વચ્ચે જાપાનના રક્ષામંત્રી નોબુઓ કિશિએ કહ્યું કે ઉત્તર કોરિયાઈ મિસાઈલ પૂરી તટ અને જાપાનના વિશેષ આર્થિક વિસ્તારમાં પડતા પહેલા અંદાજે 600 કિમી ઉચાઈ અને 300 કિમીની ઉડાન ભરી હતી. જોકે તેમણે એ વાતનો પણ ખુલાસો કર્યો કે આને કારણે જહાજ અને વિમાનને કોઈ નુકશાન નથી પહોચ્યું.
દક્ષિણ કોરિયાએ ચિંતા વ્યક્ત કરી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયાના અધિકારીઓએ આ મુદ્દે કહ્યું કે તેમણે પણ ઉત્તર કોરિયાની રાજધાનીના વિસ્તાર પાસે મિસાઈલ પરિક્ષણ થયું હોવાની જાણ થઈ છે. સાથેજ તેમણે આ વાતને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો