બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / norovirus cases in kerala wayanad know symptoms

ચિંતા / ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા આ લક્ષણોને, નવી બીમારીના 13 કેસ આ સ્થળે નોંધાતા મચ્યો હાહાકાર

Kavan

Last Updated: 07:52 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની મહામારી હજુ પૂરી નથી થઈ કે કેરળમાં નોરોવાયરસના કેસોએ ચિંતા વધારી દીધી છે.

  • કોરોના ગયો ત્યાં વધુ એક બીમારીએ વધારી ચિંતા
  • કેરળમાં નોરોવાયરસના કેસ વધતા મચ્યો હાહાકાર
  • જાણો શું છે તેના લક્ષણો અને ઈલાજ

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે શુક્રવારે લોકોને પેટ સંબંધિત આ બિમારી અંગે જાગૃત રહેવાની અપીલ કરી હતી અને માર્ગદર્શિકા બહાર પાડી હતી. કેરળના વાયનાડમાં નોરોવાયરસના 13 કેસ મળી આવ્યા છે.

2 અઠવાડિયા પહેલા જ નોરોવાયરસના નોંધાયા હતા કેસ 

બે અઠવાડિયા પહેલા નોરોવાયરસ, દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાતો પ્રાણીજન્ય રોગ, વાયનાડ જિલ્લાના વિથિરી નજીક પુકોડે ખાતે વેટરનરી કોલેજના 13 વિદ્યાર્થીઓમાં નોંધાયો હતો. વીણા જ્યોર્જે કહ્યું કે, અત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ દરેકે સતર્ક રહેવાની જરૂર છે. સુપર ક્લોરીનેશન સહિતની પ્રવૃતિઓ ચાલી રહી છે. પીવાના પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવાની જરૂર છે.” તેમણે કહ્યું કે યોગ્ય નિવારણ અને સારવારથી આ રોગ મટાડી શકાય છે. તેથી દરેક વ્યક્તિએ આ રોગ અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણવું જોઈએ.

નોરોવાયરસ શું છે?

નોરોવાયરસ જઠરાંત્રિય બિમારીનું કારણ બને છે, જેમાં પેટ અને આંતરડામાં બળતરા, ગંભીર ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. નોરોવાયરસ તંદુરસ્ત લોકો પર વધુ અસર કરતું નથી, પરંતુ તે નાના બાળકો, વૃદ્ધો અને અન્ય ગંભીર રોગોથી પીડિત લોકો માટે જોખમી બની શકે છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી અથવા ચેપગ્રસ્ત સ્થળને સ્પર્શ કરવાથી એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના મળ અને ઉલ્ટી દ્વારા પણ ફેલાય છે.

નોરોવાયરસના લક્ષણો શું છે

ઝાડા, પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, ખૂબ તાવ, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો નોરોવાયરસના કેટલાક સામાન્ય લક્ષણો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ પડતા ઝાડા કે ઉલ્ટી થવાથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે અને તેનાથી કોમ્પ્લીકેશન થઈ શકે છે.

નોરોવાયરસથી કેવી રીતે બચવું?

કેરળના આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા જણાવે છે કે જેઓ નોરોવાયરસથી સંક્રમિત છે તેઓએ ઘરે આરામ કરવો જોઈએ. ORS અને ઉકાળેલું પાણી પીતા રહો. ખોરાક ખાતા પહેલા અને શૌચ કર્યા પછી હાથને સારી રીતે ધોઈ લો. પ્રાણીઓના સંપર્કમાં આવતા લોકોને ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ