બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / nora Fatehi Wants To Marry With Taimur Know Kareena Kapoor Reaction

બોલિવૂડ / તૈમૂર સાથે લગ્ન કરવા માંગે છે આ હોટ એક્ટ્રેસ, તો આશ્ચર્યમાં પડી ગઈ કરીના અને આપી દીધો આવો જવાબ

Noor

Last Updated: 09:56 AM, 8 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના ડાન્સ મૂવ્સથી લોકોને દિવાના બનાવનાર નોરા ફતેહીએ પોપ્યુલર સ્ટારકિડ તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોરાએ કરીના કપૂરના ચેટમાં કહ્યું કે જ્યારે તૈમૂર મોટો થઈ જશે તો એ તેના સાથે લગ્ન કરવા માંગે છે. તો સાંભળીને કરીના કપૂર આશ્ચર્યમાં પડી ગઈ અને શોમાં કરીનાએ નોરાના ડાન્સના વખાણ કરતા કહ્યું કે તૈમૂર અને તેના પિતા સૈફ બંને તમારા ડાન્સ મૂવ્સને ખૂબ જ પસંદ કરે છે.

  • કરીના અને સૈફના લાડકા તૈમૂર માટે આવ્યું માંગુ
  • આ હોટ એક્ટ્રેસ છોટે નવાબ સાથે કરવા માંગે છે લગ્ન
  • એક્ટ્રેસે કરીના સામે વ્યક્ત કરી ઈચ્છા

નોરા ફતેહીએ કરીના કપૂરનો આભાર માન્યો અને કહ્યું, મને આશા છે કે ટૂંક સમયમાં તૈમૂર મોટો થશે, હું મારી અને તેની વચ્ચે સગાઈ અને લગ્ન વિશે વિચારી શકું છું. નોરાના લગ્નના આ પ્રસ્તાવ પર કરીના કપૂર પહેલાં તો ચોંકી ગઈ પછી હસતાં હસતાં કહ્યું કે, તે અત્યારે 4 વર્ષનો છે. મને લાગે છે કે હજુ ઘણો લાંબો સમય છે. જેના જવાબમાં નોરા ફતેહી હસી પડી અને કહ્યું કોઈ વાત નહીં, હું રાહ જોઈશ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દિકરો તૈમૂર જન્મથી જ પાપારાઝીઓનો ફેવરિટ રહ્યો છે. તે જ્યાં જાય છે ત્યાં પાપારાઝી તેનો ફોટો ક્લિક કરવાની તક છોડતા નથી. હવે તૈમૂરે પોતાનો ફોટો ક્લિક કરતી વખતે રિએક્ટ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે તેનો મૂડ ન હોય ત્યારે તે ફોટા લેવાની ના પણ પાડી દે છે. ક્રિસમસની પૂર્વ સંધ્યાએ નાનકડા નવાબે માસ્ક ઉતાર્યું અને ખુશીથી ફોટો ક્લિક કરાવ્યો હતો.

ત્યારે હાલમાં કરીના કપૂર પોતાની બીજી પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે. તે અને સૈફ અલી ખાન ફેબ્રુઆરીમાં તેમના બીજા બાળકનું સ્વાગત કરશે. કરીના પ્રેગ્નેન્સીના ઘણાં મહિનાઓથી સુધી કામ કરી રહી છે. આ ઉપરાંત, જાહેરાતથી લઈને રેડિયો શો પણ કરતી રહી છે. કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. આ ઉપરાંત તે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં કામ કરતી જોવા મળશે.

જ્યારે નોરા ફતેહીના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લે ગત જાન્યુઆરીમાં રિલીઝ રેમો ડિસોઝાની સ્ટ્રીટ ડાન્સર થ્રીડી ફિલ્મમાં જોવા મળી હતી. તો હાલમાં જ ગુરુ રંધાવાનો મ્યુઝિક વીડિયો સિંગલ નાચ મેરી રાનીમાં પણ જોવા મળી હતી. હાલમાં નોરા ફતેહી અભિષેક દુધૈયાની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'ના રિલીઝની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તેને અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને અમી વિક જેવા સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ