બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / nobel prize for pm narendra modi bse ceo ashish chauhan proposed

BIG NEWS / PM મોદીને નોબેલ પુરસ્કાર આપવાની માગ, BSEના CEOએ વડાપ્રધાનના આ કામના કર્યા ભરપૂર વખાણ

Pravin

Last Updated: 01:36 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે સ્ટોક એક્સચેંજના સીઈઓ આશીષ ચૌહાણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને નોબેલ પુરસ્કાર આપવા પર વિચાર કરવો જોઈએ.

  • બોમ્બે સ્ટોક એક્સચેંજના સીઈઓ આશીષ ચૌહાણે કહી આ વાત
  • પીએમ મોદીને મળવો જોઈએ નોબેલ પુરસ્કાર
  • આ કામ વિશ્વના કોઈ દેશે નથી કર્યું

બોમ્બે સ્ટોક એક્સચેંજના સીઈઓ આશીષ ચૌહાણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને નોબેલ પુરસ્કાર આપવા પર વિચાર કરવો જોઈએ. તેના માટે ચૌહાણે કોવિડ 19 મહામારી દરમિયાન સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. સાથે જ તેમણે કહ્યું કે, દેશના ગરીબોને મળી રહેલા માનવીય મદદ માટે ભારતીય નાગરિક તરીકે આપણને ગર્વ થવો જોઈએ.

80 કરોડ લોકોને મફત રાશન

ચૌહાણે કહ્યું કે, કોવિડ દરમિયાન 80 કરોડ લોકોને મફત રાશન આપવાની યોજનાની અમે સરકારના આભારી છીએ. આજે પણ આ અવિશ્વસનિય કામ છે, જેને આપણે જ નહીં પણ દુનિયાએ પણ સ્વિકાર્યું છે. આ દરમિયાન તેમણે ગત વર્ષે નોબેલ પુરસ્કાર મેળવનારા સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને સરકારના પ્રયાસોની સરખામણી કરી હતી.

શુક્રવારે ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ કલકત્તાના દીક્ષાંત સમારંભમાં તેમણે કહ્યું કે, લગભગ 80 કરોડ લોકોને જે રીતે ફ્રી રાશનનો લાભ મળી રહ્યો છે. તે ઉપલબ્ધિ ગત વર્ષે નોબેલ પુરસ્કાર મેળવનારી યુનાઈટેડ નેશનના વર્લ્ડ ફુડ પ્રોગ્રામ તરફથી કરવામા આવેલા કાર્યો કરતા પણ વધારે મોટી છે. 

કોરોના કાળમાં ગરીબીથી મોદીએ બચાવ્યા

તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તરીકે ઓળખાતી આ મફત રાશન સ્કીમે ભારતના ગરીબ નાગરિકોને અરાજકતા અને દુખથી બચાવ્યા છે. જેને આપણે ચીન સહિત અન્ય દેશોમાં ફેલાતું જોઈ રહ્યા છીએ. બે વર્ષથી પણ વધારે સમય સુધી જેટલા લોકોએ મફત ભોજન આપ્યું છે, તેમની સંક્થા સમગ્ર યુરોપ અથવા અમેરિકા, મેક્સિકો અને કેનેડા તથઆ સમગ્ર દક્ષિણ અમેરિકી દેશોથી પણ વધારે છે. 

યુએનના વર્લ્ડ ફુડ પ્રોગ્રામ સાથે સરખામણી

તેમણે કહ્યું કે, સરખામણી કરવામા આવે તો, 2020 નોબેલ પુરસ્કાર મેળવનારા યુએન વર્લ્ડ ફુડ પ્રોગ્રામે ભારતના 810 કરોડ લોકોની સરખામણીમાં 11.55 કરોડ લોકોને આંશિક રીતે મદદ કરી, જે 2020-21 અને 2022માં ભારત તરફથી કરવામા આવેલી લગભગ 14 ટકા હતી. શું તેઓ અર્થ એવો થાય કે, નોબેલ પીસ પ્રાઈઝ કમિટિ ગંભીર થઈને નોબેલ પીસ પ્રાઈઝ આપવા માટે પીએમ મોદી અને ભારત સરકારના માનવીય મદદને જોશે ? એ જોવાનું હજૂ બાકી છે. આ દરમિયાન તેમણે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના પણ વખાણ કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ