બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / No Indian players will play in Saudi Arabia league! BCCI will not change its policy

ક્રિકેટ / કોઈ પણ ભારતીય ખેલાડીઓ સાઉદી અરેબિયાની લીગમાં નહીં રમે! BCCI નહીં કરે તેની નીતિમાં ફેરફાર

Megha

Last Updated: 02:20 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયાની સરકાર પણ વિશ્વની સૌથી મોંઘી T20 લીગની શરૂઆત કરવા માંગે છે પણ કોઈ ભારતીય ખેલાડી સાઉદી અરેબિયન લીગમાં નહીં રમે.

  • સાઉદી અરેબિયા સૌથી મોંઘી T20 લીગની શરૂઆત કરવા માંગે છે
  • કોઈ પણ ભારતીય ખેલાડી સાઉદી અરેબિયન લીગમાં નહીં રમે!
  • આ માટે BCCI તેના કોઈપણ ખેલાડીને આ માટે રિલીઝ કરશે નહીં

હવે ધીરે ધીરે આખી દુનિયા ફ્રેન્ચાઇઝ ક્રિકેટ લીગનો ક્રેઝ વધી રહ્યો છે. નોંધનીય છે કે આઈપીએલની સફળતા બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ પાકિસ્તાન,UAE અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં પણ આ ફ્રેન્ચાઈઝી ક્રીકટ લીગની શરૂઆત થઈ છે અને આ લીગને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

આ બધા દરમિયાન સાઉદી અરેબિયાની સરકાર પણ વિશ્વની સૌથી મોંઘી T20 લીગની શરૂઆત કરવા માંગે છે, એવામાં હાલ એવા અહેવાલ મળી રહ્યા છે કે વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધી કોઈ પણ ભારતીય ખેલાડી સાઉદી અરેબિયન લીગમાં નહીં રમે. 

એ અહેવાલ મુજબ વિશ્વની સૌથી મોટી T20 લીગ સાઉદીમાં રમાશે પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI તેના કોઈપણ ખેલાડીને આ માટે રિલીઝ કરશે નહીં. જણાવી દઈએ કે આ પહેલા સાઉદી અરેબિયાની સરકારે ઈન્ડિયન પ્રીમિયર લીગના માલિકો સાથે પણ વાતચીત કરી હતી.

બીજા એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય બોર્ડ અને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી એક લીગમાં જોડાશે જે કથિત રીતે સાઉદી અરેબિયા સરકાર દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. એવામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે BCCI પણ કથિત રીતે વિદેશી લીગ માટે ખેલાડીઓને રિલીઝ કરવાની તેની નીતિમાં ફેરફાર કરશે. 

જો કે આ બધા વચ્ચે બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે “ભારતીય ખેલાડીઓને રિલીઝ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, આ પ્રશ્નનો આધાર જ ખોટો છે. bcciની એક નીતિ છે અને અમે એ પર જ રહેશું."

આ સાથે જ ઓસ્ટ્રેલિયન મીડિયા અહેવાલો અનુસાર સાઉદી એ પહેલાથી જ IPL ફ્રેન્ચાઇઝીસ સાથે ચર્ચા કરી છે પણ બીસીસીઆઈના એક સ્ત્રોતે ભારતીય ખેલાડીઓ આવી લીગમાં રમવાની વાતને નકારી કાઢી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ