બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / nirmala sitharaman directs financial regulators to crack down on spurious lending app

એલર્ટ! / મોબાઇલ Appsથી લોન લેનારા ચેતી જજો! RBIને નાણામંત્રીએ આપ્યો મહત્વનો નિર્દેશ, જાણો વિગત

Arohi

Last Updated: 01:08 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિતના નાણાકીય ક્ષેત્રના નિયામકોને ઓનલાઈન એપ્સ દ્વારા અનધિકૃત લોન વિતરણના પ્રસારને રોકવા માટે વધારાના પગલાં લેવા જણાવ્યું હતું.

દેશમાં મિનિટોમાં મોબાઈલ પરથી લોન લેવાનું ચલણ વધી રહ્યું છે. ઘણી એપ યુઝર્સને લોનની ઓફર આપે છે. આ મામલામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે ભારતીય રિઝર્વ બેંક સહિત નાણાકીય ક્ષેત્રના નિયામકો સાથે ઓનલાઈન એપ દ્વારા અનધિકૃત લોન વિતરણના વધતા જતા ક્રેઝ પર લગામ લગાવવા માટે પગલા ભરવા માટે કહ્યું છે. 

તેમણે "નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ"ની 28મી બેઠકને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે નાણાકીય નિયામકો પાસે ઘરેલુ અને વૈશ્વિક વ્યાપક નાણાકીય સ્થિતિને જોતા નવા નાણાકીય જોખમોની જાણકારી મેળવવા માટે સતત દેખરેખ વધરવા અને સક્રિય રહેવા માટે કહ્યું છે. બેઠક બાદ જાહેર એક ઓફિશ્યલ નિવેદન અનુસાર એફએસડીસીએ વ્યાપક નાણાકિય સ્થિરતાથી સંબંધિત મુદ્દા અને તેના સંબંધીત મુદ્દાઓ પર ચર્ચા કરી. 

નિવેદન અનુસાર ગાંધીનગરના ગિફ્ટ સિટી સ્થિત આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રને દુનિયાના પ્રમુખ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાંથી એક બનાવવા અને ઘરેલૂ અર્થવ્યવસ્થા માટે વિદેશી પૂંજી અને નાણાકીય સેવાઓને સુવિધાજનક બનાવવાની રણનીતિ ભુમિકામાં તેને સમર્થન આપવા માટે ચાલી રહેલા અંતર-નિયામકીય મુદ્દા પર પણ ચર્ચા થઈ. 

વધુ વાંચો: ક્રેડિટ કાર્ડ બંધ કરાવતા પહેલાં આટલું અવશ્ય ધ્યાન રાખજો, નહીં તો લૂંટાઇ જશો!

KYC પ્રોસેસને સરળ બનાવવાની તૈયારી 
KYCએ FSDCના નિર્ણય અને કેન્દ્રીય બજેટમાં કરેલી જાહેરાતને લાગુ કરવા માટે રણનીતિ તૈયાર કરવાથી સંબંધિત વિવિધ મુદ્દા પર પણ ચર્ચા કરી. આ મુદ્દામાં KYCના એકસમાન માપદંડ નક્કી કરવામાં આવ્યા, નાણાકીય ક્ષેત્રમાં KYC રેકોર્ડની અંતર-ઉપયોગિતા અને કેવાઈસી પ્રક્રિયાનું સરલીકરણ અને ડિજિટલીકરણ શામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

App Loan Nirmala Sitharaman RBI નિર્મલા સીતારમણ લોન એપ્લિકેશન RBI Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ