બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / New Zeland has increased minimum wages for foreing workes to get the visa

સારા સમાચાર / ન્યૂઝીલેન્ડ સરકારે લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, હવે મિનિમમ આટલું વેતન આપવું ફરજિયાત

Bhavin Rawal

Last Updated: 02:12 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે વિદેશ જવા ઈચ્છો છો, ખાસ કરીને કમાવા માટે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. ન્યૂઝીલેન્ડની સરકાર વિદેશથી તેના દેશમાં આવતા નાગરિકો માટેના લઘુત્તમ વેતનને વધારી રહી છે.

જો તમે વિદેશ જવા ઈચ્છો છો, ખાસ કરીને કમાવા માટે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. ન્યૂઝીલેન્ડની સરકાર વિદેશથી તેના દેશમાં આવતા નાગરિકો માટેના લઘુત્તમ વેતનને વધારી રહી છે. ન્યૂઝલેન્ડના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લઘુત્તમ વેતનમાં કરાયેલો વધારો આજથી જ એટલે કે 28 ફેબ્રુઆરીથી જ લાગુ થઈ રહ્યો છે. જે નાગરિકો ન્યૂઝીલેન્ડમાં નોકરી કરવા ઈચ્છી રહ્યા છે, તેમના માટે આ સારી તક છે. જો કે એક્રેડિટેડ એમ્પલોયર વર્ક વિઝામાં આવતા વિદેશી નાગરિકોના વેતનમાં કોઈ વધારો નથી થઈ રહ્યો. 

ન્યૂઝીલેન્ડમાં વેજ થ્રેશહોલ્ડ અમલમાં છે. વેજ થ્રેશહોલ્ડ એટલે જુદા જુદા વિઝા અંતર્ગત આપવામાં આવતું લઘુત્તમ વેતન. ન્યૂઝીલેન્ડની સરકાર દ્વારા જુદી જુદી નોકરીમાં જરૂરિયાતની સ્કીલ્સ મુજબ વેજ થ્રેશહોલ્ડ એટલે કે લઘુત્તમ વેતન નક્કી કરતી હોય છે, સાથે જ દર વર્ષે વધતા ફુગાવાની સાથે તેને રિવ્યુ પણ કરે છે. છેલ્લે જૂન 2023માં ન્યૂઝીલેન્ડ સરકારે લઘુત્તમ વેતન પ્રતિ કલાકના 29.66 ડૉલર્સથી વધારીને 31.61 ન્યૂઝીલેન્ડ ડૉલર કર્યું હતું. 

કયા વિઝા પર અસર પડશે?

ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા લઘુત્ત વેતનમાં કરાયેલો વધારો નીચે આપેલા વિઝા ધરાવનાર લોકોને જ ફાયદો કરાવશે.
- સ્કીલ્ડ માઈગ્રન્ટ કેટેગરી
- ગ્રીન લિસ્ટ સ્ટ્રેઈટ ટુ રેસિડેન્ટ
- વર્ક ટુ રેસિડેન્સ વિઝા
- પેરેન્ટ કેટેગરી રેસિડેન્સ ક્લાસ વિઝા

ઉપરનામાંથી કોઈ પણ વિઝા માટે અપ્લાય કરનાર વ્યક્તિઓએ હવે વિઝા મેળવવા માટે પ્રતિ કલાકે ઓછામાં ઓછા 31.61 ડ઼લરની કમાણી દર્શાવવી ફરજિયાત છે. આ નિર્ણયને કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં વર્ક ટુ રેસિડેન્સ વિઝા માટે અરજી કરનાર ડ્રાઈવર્સ સિવાયના અરજદારોના વેતનમાં પણ વધારો થશે.  

જો કે ન્યૂઝીલેન્ડ સરકારનો લઘુત્તમ વેતન વધારવાનો નિર્ણય એક્રેડિટેડ એમ્પલોયર વર્ક વિઝા ધરાવનાર પર લાગુ નહીં પડે. ઈમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા આ વિઝા કેટેગરી માટે લઘુત્તમ વેતન 29.66 ન્યૂઝીલેન્ડ ડૉલર યથાવત્ રાખવામાં આવ્યું છે.  

તો ટુરિઝમ અને હોસ્પિટાલિટી જેવી ઈન્ડસ્ટ્રી જેઓ સેક્ટર એગ્રીમેન્ટ્સ અંતર્ગત કામ કરે છે, તેવી ઈન્ડસ્ટ્રી નક્કી કરેલા લઘુત્તમ વેજ કરતા ઓછું પેમેન્ટ કરી શકે છે. જો કે, આ સેક્ટર માટે પણ લઘુત્તમ વેતનની એક મર્યાદા તો છે જ, જે મીડિયન વેજ સાથે સંકળાયેલી છે.  ટુરિઝમ અને હોસ્પિટાલિટી સવિર્સમાં લઘુત્તમ વેતન 28.18 ન્યૂઝીલેન્ડ ડૉલર પ્રતિ કલાક છે.

વધુ વાંચો: ન્યૂઝીલેન્ડ પહોંચતા જ જૉબ મળી જશે, એવાં ખોટા વાયદાઓથી બચીને રહેજો! કારણ જાણવા જેવું

જ્યારે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ બસ ડ્રાઈવર માટે અલગથી જોગવાઈ છે, જે મુજબ તેમનું લઘુત્તમ વેતન 28 ડૉલર પ્રતિ કલાક હોવું જરૂરી છે. જ્યારે કેર વર્કર્સ માટે લઘુત્તમ વેતન પ્રતિ કલાક 26.16 ન્યૂઝીલેન્ડ ડૉલર હોવું જરૂરી છે. પરંતુ જો તમે કેર વર્કફોર્સમાં આવો છો, પરંતુ તમારે રેસિડેન્સ વિઝા જોઈએ છે, તો તમારું લઘુત્તમ વેતન 28.25 ન્યૂઝીલેન્ડ ડૉલર પ્રતિ કલાક હોવું જરૂરી છે. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ