બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / new policy of delhi government now employees will be paid extra for overtime

તમારા કામનું / ગુડ ન્યુઝ: હવેથી આ રાજ્યમાં રહેતા કર્મચારીઓને એક્સ્ટ્રા કામ કરવા પર મળશે રૂપિયા, મહિલાઓ કરી શકશે નાઇટ શિફ્ટ

Arohi

Last Updated: 12:47 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Employees Policy In Delhi: જો કોઈ કર્મચારી એક દિવસ 8 કલાકથી વધારે અને અઠવાડિયામાં 48 કલાકથી વધારે કામ કરે છે તો તેને ઓવરટાઈમ માનવામાં આવશે અને તેને તેના માટે એક્સ્ટ્રા પૈસા પણ મળશે.

  • કર્મચારીઓ માટે ખુશખબર 
  • 8 કલાકથી વધારે કામ કરવા પર મળશે ઓવરટાઈમ 
  • અઠવાડિયામાં 48 કલાકથી વધારે કામ પર મળશે ઓવરટાઈમ 

જો તમે દિલ્હીમાં રહો છો અને નોકરીયાત વ્યક્તિ છો તો તમારા માટે ખુશખબર છે. જી હાં, જો તમે ઓફિસમાં એક્સ્ટ્રા સમય આપીને કામ કરી રહ્યા છો તો હવે તમારે તેના ઓવરટાઈમના એક્સ્ટ્રા પૈસા મળશે. હાલમાં જ દિલ્દી સરકારના એક નિર્ણયને શ્રમ વિભાગે મંજૂરી આપી દીધી છે. 

જેનાથી કર્મચારીઓને જો તે ઓવરટાઈમ કરે છે તો તેમને એક્સ્ટ્રા પૈસા મળશે. આ નિર્ણયના બાદ જો કોઈ કર્મચારી એક દિવસ 8 કલાકથી વધારે અને અઠવાડિયામાં 48 કલાકથી વધારે કામ કરે છે તો તેમને ઓવરટાઈમ માનવામાં આવશે અને તેને તેના માટે એક્સ્ટ્રા પૈસા પણ મળે છે. 

ત્યાં જ શ્રમ વિભાગના નિર્ણય બાદથી કોઈ પણ એમ્પ્લોયઝ એક દિવસમાં 12 કલાકથી વધારે કામ નહીં કરી શકે ભલે તે ઓવરટાઈમ કરી રહ્યા હોય અને તે કોઈ પણ હપ્તામાં 7 દિવસ કામ નહીં કરી શકે. એક કર્મચારી એક અઠવાડિયામાં 60 કલાકથી વધારે કામ નહીં કરી શકે. 

જોઈનિંગ અને એક્સપીરિયન્સ લેટર આપવો મેન્ડેટરી
શ્રમ વિભાગના નિર્ણય અનુસાર, કોઈ પણ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓને નોકરી જોઈન કરવા પર જોઈનિંગ લેટર અને નોકરી છોડવા પર એક્સપીરિયન્સ લેટર આપવો જરૂરી રહેશે. તેના ઉપરાંત દર મહિને સેલેરી સ્પિલ દ્વારા સેલેરીના વ્યોરાને આપવું પણ જરૂરી રહેશે. 

મહિલાઓ કરી શકશે નાઈટ શિફ્ટ 
શ્રમ વિભાગે પોતાના વધુ એક નિર્ણયમાં કહ્યું છે કે હવે મહિલાઓ પોતાની મરજીથી ઓફિસમાં નાઈટ શિફ્ટ કરી શકશે. તે સમયે તેમને સંપૂર્ણ સુરક્ષા ઉપલબ્ધ કરવામાં આવશે. તેના માટે એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે નાઈટ શિફ્ટ વખતે કોઈ પણ મહિલા એકલી કામ ન કરે. 

ત્યાં જ ઓફિસને પોતાના વર્ક પ્લેસ પર મહિલાઓની સંખ્યા વધારવા માટે કામ કરવાનું રહેશે. ત્યાં જ કોઈ પણ કંપની મહિલા કર્મચારીની મરજી વગર તેની સાથે રાત્રે કામ નહીં કરાવી શકે. તેના ઉપરાંત દરેક કંપનીને પોતાની ઓફિસમાં મહિલાઓની સાથે સેક્સુઅલ હરેસમેન્ટ માટે ઉચિત વ્યવસ્થા કરવાની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ