બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / New Parliament has Double cyber security operating system, know about the data safety of the Parliament

સુરક્ષા / નવા સંસદ ભવનની સાયબર સિક્યોરિટી ફૂલપ્રૂફ! ચીન-પાકિસ્તાન સહિત કોઈ દેશનાં હેકર્સ નહીં કરી શકે ડેટા ચોરી

Vaidehi

Last Updated: 10:39 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સંસદ ભવનમાં એવી સાયબર સિસ્ટમ છે જેને ચીન, પાકિસ્તાન સહિત કોઈ દેશનાં હેકર્સ ક્રેક નહીં કરી શકે. સંસદની આ 'પ્રો એક્ટિવ સાયબર સિક્યોરિટી' વિશે જાણો .

  • નવા સંસદ ભવનમાં ડબલ સિક્યોરિટી સિસ્ટમ
  • ચીન પાકિસ્તાન સહિત કોઈ દેશનાં હેકર્સ નહીં કરી શકે સાયબર અટેક
  • સંસદ ભવનનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત

દેશનાં નવા સંસદ ભવનની અનેક વિશેષતાઓ છે. નવા સંસદ ભવનમાં ફૂકપ્રૂફ સાયબર સિક્યોરિટી સેટ કરવામાં આવી છે. વિશેષજ્ઞો તેને 'સ્ટેટ ઓફ આર્ટ' કહે છે. આ પ્રો એક્ટિવ સાયબર સિક્યોરિટી ચીન, પાકિસ્તાન જેવા કોઈપણ દેશનાં હેકર્સ દ્વારા હેક કરી શકાશે નહીં. એટલું જ નહીં સંસદ ભવવનું સાયબર સિક્યોરિટી એટલું મજબૂત છે કે ડાર્ક વેબ કહેવાતાં સાયબર ક્રાઈમ્સ,સંસદની IT સિસ્ટમની નજીક પણ આવી શકશે નહીં.

ડબલ સિક્યોરિટી ઓપરેટિંગ સિસ્ટમ
નવા સંસદ ભવનમાં ફૂલપ્રૂફ સાયબર સિસ્ટમ તૈયાર કરનારી ટીમનાં સૂત્રો તરફથી માહિતી મળી છે કે કોઈપણ હેકર અહીંનાં ઉપકરણો સાથે ચેડા કરી શકશે નહીં. આ કારણે જ આ સિસ્ટમને સ્ટેટ ઓફ આર્ટ કહેવામાં આવ્યું છે. સંસદ ભવનનાં દરેક ખૂણામાં ડિજિટલ સર્વિલેંસ છે. તેમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈંટેલિજેંસની મદદ લેવામાં આવી છે.  કોઈપણ ઈમેરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે ડબલ સિક્યોરિટી ઓપરેટિંગ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે.

SOC દ્વારા 2500 ઈંટરનેટ નોડ્સનાં ઉપકરણો પર નજર
સંસદ ભવનમાં એયર-ગેપ્ડ કમ્પ્યૂટર હાલનાં નેટવર્ક સાથે જોડાયેલા ઉપકરણોની સાથે વાયરલેસ કે ભૌતિક રૂપે કનેક્ટ નહીં થઈ શકે. એર ગેપ્ડ કમ્પ્યૂટરની મદદથી ડેટા મેલવેર અને રેનસમવેયરથી સંપૂર્ણ સુરક્ષા મળે છે. નવા સંસદ પરિસરમાં SOC દ્વારા WiFi પર 2500 ઈંટરનેટ નોડ્સનાં ઉપકરણો પર નજર રાખવામાં આવશે. 

સંસદ ભવનનો ડેટા સેફ
સાયબર હુમલા, ફિશિંગ અને રેનસમવેરની ઘટના આજકાલ વધી રહી છે એવામાં સંસદ ભવનની સિક્યોરિટીમાં ખતરનાક રેનસમવેર પણ પ્રવેશી શકશે નહીં. રેનસમવેર કમ્પ્યૂટર ફાઈલને એનક્રિપ્ટ કરે છે એટલે કે ડેટા હેક કરે છે.  નવા સંસદ ભવનમાં NIC અને CERT-Inની મદદથી રેનસમવેર અને ફિશિંગનાં ભયને દૂર કરવા પ્રબળ સિક્યોરિટી સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ