બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / new guidelines for celebs influencers promoting health products read here

જાણવા જેવું / હેલ્થ અને ફિટનેસના નામે સોશિયલ મીડિયા પર ખોટેખોટી સલાહ નહીં આપી શકાય, સરકારે જાહેર કરી કડક ગાઈડલાઇન્સ

Manisha Jogi

Last Updated: 01:50 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર આ પ્રકારની જે પણ જાણકારી આપવામાં આવે છે, તેની શું ક્રિડેબિલિટી છે, તે બાબતે મનમાં અનેક સવાલ તાય છે. સરકારે આ બાબતે કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

  • સોશિયલ મીડિયા પર ફિટનેસ માટેના દાવા કરવામાં આવી રહ્યા છે
  • સરકારે આ બાબતે કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી
  • સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા કન્ટેન્ટમાં ડિસ્ક્લેમર આપવાની રહેશે

સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ અને રીલ્સમાં ફિટનેસ માટેના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દાવો કરનાર લોકો ખુદને ફિટનેસ ઈન્ફ્લુઅન્સર ગણાવે છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની જે પણ જાણકારી આપવામાં આવે છે, તેની શું ક્રિડેબિલિટી છે, તે બાબતે મનમાં અનેક સવાલ તાય છે. સરકારે આ બાબતે કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. સેલિબ્રિટી અથવા ફિટનેસ ઈન્ફ્લુઅન્સર આરોગ્ય બાબતે જે પણ દાવો કરે તે બાબતે કન્ટેન્ટમાં ડિસ્ક્લેમર આપવાની રહેશે. 

આ પ્રકારના કન્ટેન્ટ શેર કરતા સમયે જણાવવાનું રહેશે કે, તેઓ હેલ્થ એક્સપર્ટ અથવા મેડિકલ પ્રેક્ટિશનર્સ છે કે, નહીં. કન્ઝ્યુમર અફેયર્સ ડિપાર્ટમેન્ટે ભ્રામક જાહેરાતો, નિરાધાર દાવો અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. 9 જૂન 2022ના રોજ ભ્રામક જાહેરાતો રોકવા સંબંધે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. 

શું છે સરકારની ગાઈડલાઈન્સ?
નવી ગાઈડલાઈન્સ અનુસાર કોઈપણ પ્રોડક્ટને પ્રમોટ કરવા અથવા સર્વિસ અને હેલ્થ સંબંધિત કોઈપણ દાવો કરતા સમયે જણાવવાનું રહેશે કે, તેઓ સર્ટિફાઈડ મેડિકલ પ્રેક્ટીશર અથવા આરોગ્ય નિષ્ણાંત છે કે નહીં. જેથી યૂઝર્સ આ સલાહનો મેડિકલ સલાહ તરીકે ઉપયોગ ના કરે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે ફૂડ આઈટમ્સ અને ન્યૂટ્રાસ્યૂટિક્સથી થતા ફાયદા, બિમારીને રોકવા માટેના ઈલાજ, મેડિકલ કંડિશન જેવા ટોપિક પર વાત કરવામાં આવે ત્યારે આ પ્રકારની ડિસ્ક્લેમર આપવી જરૂરી છે. આરોગ્ય સંબંધિત જાહેરાત અથવા આરોગ્ય સંબંધિત દાવો કરવા માટે ડિસ્ક્લેમર આપવી જરૂરી છે.

શું છૂટ આપવામાં આવી છે

  • મંત્રાલયની ગાઈડલાઈન્સમાં જનરલ વેલનેસ અને આરોગ્ય બાબતે છૂટ આપવામાં છે. જેમકે, 
  • પાણી પીવો અને હાઈડ્રેટેડ રહો.
  • નિયમિતરૂપે કસરત કરતા રહો અને ફિઝિકલી એક્ટીવ રહો. 
  • સ્ક્રીન પર ટાઈમ આપવો અને વધુ સમય સુધી ના બેસવું
  • યોગ્ય ઊંઘ લેવી
  • હળદરવાળા દૂધનું સેવન કરવું
  • હાનિકારક યૂવી કિરણોથી બચીને રહેવું, નિયમિતરૂપે સનસ્ક્રીન લગાવો, વાળમાં તેલ લગાવવા જેવી સલાહ શામેલ છે. 

આ સલાહ કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસ સાથે જોડાયેલ નથી અને હેલ્થ કંડિશન સાથે જોડાયેલ નથી. જેથી આ બાબતે ગાઈડલાઈન્સમાં છૂટ આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ