બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / never make 4 mistakes while offering water to tulsi

ધર્મ / ઘરમાં તુલસીનો છોડ હોય તો અગિયારસ, રવિવાર અને બુધવારે ભૂલથી અર્પિત ન કરવું જોઈએ જળ, જાણો શું કહે છે નિયમ

Bijal Vyas

Last Updated: 02:03 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં માનતા દરેક ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળશે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીને દરેક ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે.

  • તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીને દરેક ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે
  • તુલસીની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન 
  • એકાદશીના દિવસે પણ તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ

Tulsi Niyam : સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં માનતા દરેક ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળશે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીને દરેક ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. તુલસી માત્ર ઔષધીય ગુણોથી ભરપૂર નથી. પરંતુ તેમાં દેવી શક્તિ પણ સમાયેલી છે. જે ઘરમાં આ છોડ જોવા મળે છે ત્યાં ધન, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. આ છોડની દેખરેખ માટે જ્યોતિષમાં વિશેષ નિયમો બતાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર રહે છે સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થઇને અને તેમના આશીર્વાદ આપે છે. તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં પ્રગતિ થાય, સકારાત્મક ઉર્જાનો વાસ થાય તો કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જે અનુસાર, તુલસીને જળ અર્પિત કરવાથી ખૂબ જ લાભ થાય છે. તો આવો જાણીએ આ વિશે જ્યોતિષ શાસ્ત્રી અનુસાર, 

1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સ્નાન કર્યા વિના અને કંઈક ખાધા પછી તુલસીને જળ ચઢાવવાથી તે નારાજ થાય છે. જેના કારણે તમારા ઘરમાં દુ:ખ અને દરિદ્રતા આવે છે.

ખાસ નોટ કરી લેજો આ 2 દિવસ, ભૂલથી પણ તુલસીને પાણી ન ચઢાવતા નહીં તો માતા  લક્ષ્મી થઈ જશે કોપાયમાન! | Make a special note of these 2 days, even by  mistake,

2. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે તુલસીને જળ અર્પણ કરો ત્યારે એવા કપડા ન પહેરો જે સિવેલા હોય. એટલે કે સિલાઇ વગરના કપડા પહેરીને જ તુલસીમાં જળ ચઢાવવું જોઈએ.

3. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભૂલથી પણ રવિવાર અને બુધવારે તુલસી માતાને જળ ચઢાવવું જોઈએ નહીં. કહેવાય છે કે,  આ દિવસે દેવી તુલસી આરામ કરે છે. આ દિવસે જળ અર્પણ કરવાથી તેઓ નારાજ થઈ શકે છે.

4. કહેવાય છે કે એકાદશીના દિવસે પણ તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. કારણ કે એકાદશીના દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુની ભક્તિ માટે નિર્જલ ઉપવાસ રાખે છે.

ભૂલથી પણ ન તોડો આ દિવસે તુલસી, જાણો ધાર્મિક મહત્વ | know importance and  benefits of tulsi plant

આ વાતોનું ધ્યાન રાખો 

  • ધ્યાન રાખો કે  તુલસીના છોડમાં જરુર કરતા વધારે પાણી ન નાખો. આમ કરવાથી છોડ ખરાબ થઇ શકે છે, જેને અશુભ માનવામાં આવે છે.
  • સૂર્યોદય સમયે તુલસીના છોડને જળ અર્પિત કરવું હંમેશા શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આમ કરવાથી તમારા દરેક કામ કોઈપણ અડચણ વિના થઈ જાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ