બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / NET exam registration will start, dates announced by UGC chairman

UGC NET / નેટ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કામના સમાચાર, જાણો ક્યારે શરૂ થશે અરજી પ્રક્રિયા

Pravin Joshi

Last Updated: 08:01 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનની NETની એક્ઝામને લઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. આ નોટિફિકેશન જૂનમાં લેવાનાર પરિક્ષાને લઈ બહાર પાડવામાં આવ્યુ છે.

નેટ પરીક્ષા વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બરમાં લેવામાં આવે છે. આ પરિક્ષામાં મેળવેલ ગુણનો ઉપયોગ જુનિયર રિસર્ચે ફેલોશિપ આપવા આસિસ્ટન્સ પ્રોફેસરની નિમણૂકની આપવા માટે કરવામાં આવે છે. UGCએ જણાવ્યું છે કે, 2024-25 ના સત્રના પીએચડી પ્રવેશ માટે પણ NETના સ્કોરનો ઉપયોગ કરવામાં આવશે. આ અંગે નોટિફિકેશનની સાથે NETની પરિક્ષા માટે રજિસ્ટ્રેશનનું નોટિફિકેશન પણ બહાર પાડ્યુ છે. UGC નેટ જૂન 2024 સત્રની પરીક્ષા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. નેશનલ લેવલે કુલ 80 વિષયો માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવશે.

વિદ્યાર્થીના હૃદયના ધબકારા વધશે: મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે  બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ | Big update regarding the board exam result of  std 10th and 12th

નેશનલ એક્ઝામિનેશન એજન્સી આવતા સપ્તાહથી જૂન 2024 સત્રની પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ માહિતી UGCના ચેરમેને X પર પોસ્ટ કરીને આપી છે. અરજીઓ ઓનલાઈન મારફતે લેવામાં આવશે. વર્ષ 2024-25 માટે NTA પરીક્ષાના કેલેન્ડર મુજબ NETની જૂન સત્રની પરીક્ષા 1 જૂનથી 21 જૂનની વચ્ચે લેવામાં આવશે.

Topic | VTV Gujarati

આવી રીતે કરો UGC NETમાં રજિસ્ટ્રેશન

1. UGC NETની અધિકૃત વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.

2. UGC NET જૂન 2024 નોંધણી લિંક પર ક્લિક કરો.

3. જરૂરી માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન શરૂ કરો.

4. શૈક્ષણિક ડોક્યુમેન્ટ અપલોડ કરી ફી ભરો.

5. છેલ્લે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરો.

વધુ વાંચો : હવેથી PhDમાં એન્ટ્રી મેળવવા નહીં આપવી પડે પ્રવેશ પરીક્ષા, ડાયરેક્ટ મળી જશે એડમિશન, એ કઇ રીતે?

ઉલ્લેખનીય છે કે, UGCની NET પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ વિષયમાં 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે OBC/SC/ST/PWD શ્રેણીના ઉમેદવારો પાસે મિનિમમ 50% સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ