બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:19 PM, 28 March 2024
PhD Admission News : PhD Admissionને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ PhD પ્રવેશમાં કેટલાક ફેરફારો કર્યા છે. PhDમાં એડમિશન લેવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર એ છે કે, હવે તેમણે Phdમાં પ્રવેશ માટે અલગ-અલગ યુનિવર્સિટીની પરીક્ષા આપવી પડશે નહીં પરંતુ તેમને NET સ્કોરનાં આધારે પ્રવેશ પણ મળશે.
ADVERTISEMENT
UGC કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કાઉન્સિલની બેઠકમાં PhD પ્રવેશ માટેના નવા નિયમોને મંજૂરી આપવામાં આવી હતી. આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020 હેઠળ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, હવે NET પરીક્ષા પાસ કરનાર NET લાયકાત ધરાવતા ઉમેદવારોને જૂન 2024 થી ત્રણ કેટેગરીમાં પાત્ર ગણવામાં આવશે. નવા નિયમો અનુસાર NET પરીક્ષામાં જે ઉમેદવારો પર્સેન્ટાઈલ વધારે હશે. તેને કેટેગરી 1માં રાખવામાં આવશે.
From the academic session 2024-2025, all universities can use NET score for admission to PhD programmes in place of entrance tests conducted by the different universities/HEIs. NTA is working on launching the NET application process for June 2024 session sometime next week:… pic.twitter.com/o57k2AJnKM
— ANI (@ANI) March 27, 2024
ADVERTISEMENT
આ ઉમેદવારોને આસિસ્ટન્ટ પ્રોફેસર, JRF અને PhD બનવા માટે લાયક ગણવામાં આવશે. ઉચ્ચ ટકાવારી ધરાવતા ઉમેદવારોએ માત્ર પીએચડીમાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે. એ જ રીતે, મધ્યમ પર્સેન્ટાઇલ ધરાવતા ઉમેદવારોને કેટેગરી 2 હેઠળ રાખવામાં આવશે, જેઓ મદદનીશ પ્રોફેસર અને PhDમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. આ પછી NET પરીક્ષામાં સૌથી ઓછા પર્સન્ટાઇલ મેળવનારા ઉમેદવારો આવે છે. તેઓને કેટેગરી 3માં રાખવામાં આવશે અને માત્ર Phdમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.
ADVERTISEMENT
હવે કેવી રીતે મેળવી શકાશે PhD admissions?
શૈક્ષણિક સત્ર 2024-25થી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સ્કોરના આધારે પીએચડીમાં પ્રવેશ પણ ઉપલબ્ધ થશે. પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિવિધ યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓમાં હાજરી આપવાની જરૂર રહેશે નહીં.
ADVERTISEMENT
PhD પ્રવેશ મેરિટ કેવી રીતે બનાવવામાં આવશે?
PhDમાં પ્રવેશ માટે NET પરીક્ષામાં લાયકાત મેળવનારા ઉમેદવારોના NET પર્સેન્ટાઇલને 70 ટકા વેઇટેજ આપવામાં આવશે, જ્યારે ઇન્ટરવ્યૂને 30 ટકા વેઇટેજ આપવામાં આવશે. નોંધનીય છેકે, કેટેગરી 2 અને કેટેગરી 3 બંને કેટેગરીમાં NET સ્કોર માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે. મતલબ કે જો તે આ સમયગાળા દરમિયાન PhDમાં એડમિશન લઈ શકતા નથી તો તેને એક વર્ષ પછી તેનો લાભ મળી શકશે નહીં. આ પછી Phdમાં પ્રવેશ માટે વ્યક્તિએ ફરીથી નેટ પરીક્ષા પાસ કરવી પડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.