બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Neighboring Pakistan eager to trade with India

મોટું નિવેદન / ભારત સાથે વેપાર કરવા પડોશી દેશ પાકિસ્તાન તલપાપડ, જુઓ ઈશાક ડારે શું સંકેત આપ્યા?

Priyakant

Last Updated: 11:08 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Foreign Minister Statement Latest News :  વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે, પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે વેપાર શરૂ કરવા માંગે છે, પડોશી બદલી શકાય નહીં.

Pakistan Foreign Minister Statement : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધો સારા નથી. લાંબા રાજકીય ઉથલપાથલ બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે અને તેઓ તેમના પાડોશી સાથે 'સારા સંબંધો' જાળવી રાખવા માંગે છે. વાત જાણે એમ છે કે, શાહબાઝ સરકારના વિદેશ મંત્રી ઈશાક ડારે પણ કહ્યું કે, પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે વેપાર શરૂ કરવા માંગે છે. આ સાથે તેમણે કહ્યું કે, પડોશી બદલી શકાય નહીં.

પાકિસ્તાનની શાહબાઝ સરકારના વિદેશ મંત્રી ઈશાક ડારે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહીં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે 'જે પણ થયું તે ખોટું હતું.' ઇશાક ડારે કહ્યું કે, અમને ઓગસ્ટ 2019ની ભારતીય કાર્યવાહી પર ખેદ છે, પરંતુ પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે વેપાર પુનઃસ્થાપિત કરવા માંગે છે. આ સંબંધમાં વાતચીત કરવામાં આવશે અને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, બજેટ પહેલા પણ આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. સિંગાપોર દ્વારા વેપાર કરવો મુશ્કેલ છે. પરિવહન ખર્ચ વધારાનો છે અને તેથી આ અંગે એક બેઠક યોજવામાં આવશે અને તે જોવામાં આવશે કે અર્થતંત્રને વેગ આપવા માટે વેપાર સાથે શું કરી શકાય.  મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, હું અત્યારે હા કે નામાં જવાબ આપી શકતો નથી, કારણ કે પરામર્શની જરૂર છે.

વધુ વાંચો: પાપુઆ ન્યૂ ગિનીમાં વહેલી સવારે ધ્રૂજી ધરતી, 6.9 તીવ્રતાના આંચકાથી લોકો જાગી ગયા

નોંધનીય છે કે, પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો પણ થયા હતા. તમામ સંઘર્ષ બાદ શાહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા. તેમણે પોતાના ભાષણમાં તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો સ્થાપિત કરવાની વાત કરી હતી. તેમણે ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરવાનો વિરોધ કર્યો હતો. 2019ના પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. બંને દેશો વચ્ચે વાતચીત બંધ છે અને વેપાર લગભગ સ્થગિત છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનામાં ગંભીર આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. જોકે નવી સરકારની રચના બાદ સ્થિતિ સ્થિર થવાની આશા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ