બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 6.9 magnitude earthquake jolts Papua New Guinea

ભૂકંપ / પાપુઆ ન્યૂ ગિનીમાં વહેલી સવારે ધ્રૂજી ધરતી, 6.9 તીવ્રતાના આંચકાથી લોકો જાગી ગયા

Priyakant

Last Updated: 08:12 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquake Papua New Guinea Latest News: જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 નોંધવામાં આવી

Earthquake Papua New Guinea : પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે સવારે જોરદાર ભૂકંપ આવતા લોકો જાગી ગયા હતા. વાત જાણે એમ છે કે, પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 નોંધવામાં આવી છે. GFZ અનુસાર ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. શરૂઆતમાં તેની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. પરંતુ બાદમાં 6.9 નોંધાયું હતું.

જો કે ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ મળી નથી. તમને જણાવી દઈએ કે, પાપુઆ ન્યુ ગિનીમાં ધરતીકંપ સામાન્ય છે, જે સિસ્મિક “રીંગ ઓફ ફાયર”ની ટોચ પર સ્થિત છે. તે તીવ્ર ટેકટોનિક પ્રવૃત્તિની ચાપ છે જે સમગ્ર દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક બેસિનમાં વિસ્તરે છે. જો કે તેઓ છૂટાછવાયા વસ્તીવાળા જંગલોવાળા ઉચ્ચ પ્રદેશોમાં વ્યાપક નુકસાન પહોંચાડતા નથી, તેઓ વિનાશક ભૂસ્ખલનને ઉત્તેજિત કરી શકે છે.

File Photo

વધુ વાંચો: તમારો મત કિંમતી છે! ચુંટણીકાર્ડ નહીં હોય તો પણ આ ડોક્યુમેન્ટથી મત કરી શકશો

ભૂકંપ આવે તો શું કરવું?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ