બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Nearly 250 million Covid-19 infections in China: Leaked document

મહામારીમાં ફટકો / ચાલબાજ ચીનની હવે વાટ લાગી જવાની ! લીક ડોક્યુમેન્ટના દાવાથી વર્લ્ડમાં મચ્યો ખળભળાટ

Hiralal

Last Updated: 03:33 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન પર લીક થયેલા એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે 20 દિવસમાં 250 મિલિયન લોકો કોરોનાગ્રસ્ત થયા છે.

ચીન પરનો એક રિપોર્ટ લીક થયો
લીક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
20 દિવસમાં 250 મિલિયન લોકોને થયો કોરોના
કોરોના મહામારીમાં પહેલી વાર બની આવી ઘટના

ચાલબાજ ચીનને હવે કુદરત જ સીધું કરી રહ્યું છે. સરહદે અવારનવાર ખોટી ખોટી રીતે ભારતને હેરાન કરી રહેલા ચીનને કુદરતે એક જડબેસલાક તમાચો ફટકારી દીધો છે અને હવે તે પડેલી મારથી બેઠું થશે કે નહીં તે સવાલ છે. 

20 દિવસમાં 250 મિલિયન લોકો કોરોનાની ચપેટમાં 
ચીનમાં હાલમાં ઓમિક્રોનનો નવો વેરિયન્ટ બીએફ.7 તબાહી મચાવી રહ્યો છે અને રોજના લાખો લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં લીક થયેલા એક સરકારી રિપોર્ટમાં દાવો કરાયો છે કે છેલ્લા 20 દિવસમાં 250 મિલિયન લોકો કોરોનાની ચપેટમાં આવ્યાં છે. કોરોના મહામારી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે. દેશના ટોચના આરોગ્ય અધિકારીઓના અંદાજ મુજબ, ડિસેમ્બરના પહેલા 20 દિવસમાં ચીનમાં લગભગ 250 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત થયા હોઈ શકે છે. જો અંદાજ સાચો હોય તો આ ચીનના 1.4 અબજ લોકોમાંથી લગભગ 18 ટકા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC)ની બુધવારે(21 ડિસેમ્બર)ની આંતરિક બેઠક દરમિયાન આ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.

ચીન પર કોરોનાના સાચા આંકડા છુપાવવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે ચીન પર હાલમાં કોરોનાના સાચા આંકડા છુપાવવાનો આરોપ લાગ્યો છે. ચીનમાં આ વખતની મહામારી ખૂબ ગંભીર છે અને 20 દિવસમાં 250 મિલિયન લોકોના કોરોનાગ્રસ્ત થવું જેવી તેવી ઘટના નથી. આ આંકડા પરથી સમજી શકાય છે કે ચીનમાં કોરોના કેટલી હદે ફેલાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ