બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nature has wreaked havoc in North Sikkim. 23 soldiers are missing due to flood after cloudburst.

હાહાકાર / સિક્કિમમાં વાદળ ફાટવાથી તબાહી, સેનાના 23 જવાનો લાપતા: તિસ્તા નદીમાં અચાનક જ આવેલ પૂરના કારણે પરિસ્થિતિ ગંભીર

Pravin Joshi

Last Updated: 09:47 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું. સેનાના 23 જવાનો ગુમ થયાના સમાચાર છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું
વાદળ ફાટ્યા બાદ પૂરના કારણે 23 સૈનિકો ગુમ થયા છે
મુખ્યમંત્રી પ્રેમ સિંહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો

ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું. સેનાના 23 જવાનો ગુમ થયાના સમાચાર છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનામાં ઘાટીમાં કેટલાક સૈન્ય મથકોને અસર થઈ છે. જ્યારે વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગ સિંગતમ પહોંચ્યા અને અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

સેનાના વાહનો પણ ડૂબી ગયા

ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓએ કહ્યું, ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક પૂર આવ્યું. 23 સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી. સેનાના 23 જવાનો ગુમ થયાના અને 41 વાહનો કાદવમાં ડૂબી જવાના સમાચાર છે.

જાન-માલનું નુકસાન થયું નથી

બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભુટિયાએ જણાવ્યું હતું કે, સરકારી તંત્રને સ્થાને મૂકીને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. કોઈ જાન-માલનું નુકસાન થયું નથી પરંતુ સિંગતમમાં જાહેર મિલકતોને નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ છે. એવી માહિતી છે કે તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ