બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Narges Mohamadi who fought for women human rights in Iran received with Nobel Peace Prize

વિશ્વ / અધિકારો માટે મોટા-મોટા સત્તાધીશો હંફાવનાર ઈરાનની આ મહિલાને નોબેલ શાંતિ પુરસ્કાર: હિજાબ-મોત સામે લડે છે જંગ, હજુ પણ છે જેલમાં

Vaidehi

Last Updated: 06:33 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનનાં કટ્ટરપંથી શાસકોની સામે લડનાર, 31 વર્ષો સુધી જેલમાં રહેનારી મહિલા નરગિસ મોહમ્મદીને નોબેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યું.

  • કટ્ટરપંથીઓ સામે લડત આપનારી મહિલાનું સમ્માન
  • નરગિસ મોહમ્મદી નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત
  • મહિલા અને માનવાધિકારો માટે 31 વર્ષો જેલમાં વિતાવ્યાં 

વર્ષ 2023 માટે શાંતિ નોબેલ પુરસ્કાર મેળવનાર ઈરાની મહિલા કાર્યકર્તા નરગિસ મોહમ્મદી કટ્ટરપંથીઓનાં શાસનની ચિંતા કર્યા વગર મહિલાઓનાં અધિકારો માટે લડી હતી. તેમણે આ લડત બદલ 31 વર્ષો જેલની અંદર પણ વિતાવ્યાં હતાં. આ પુરસ્કાર એ તમામ મહિલાઓનું સમ્માન છે જેમણે ગતવર્ષે પોતાના અધિકારો માટે અવાજ બુલંદ કરી હતી.

નોબેલ પુરસ્કારથી સમ્માનિત
નોર્વેજિયન નોબેલ સમિતિએ ઈરાનમાં મહિલાઓનાં ઉત્પીડન સામે લડત આપનારી અને માનવાધિકારો સહિત સ્વતંત્રતાનું સમર્થન કરનારી મહિલા નરગિસ મોહમ્મદીને 2023નાં નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવાનો નિર્ણય લીધો છે. 

31 વર્ષો સુધી જેલમાં રહી હતી આ મહિલા
મહિલાઓનાં સમ્માન અને માનવાધિકારો માટે કટ્ટરપંથીઓ સામે લડ્યાં બાદ તેમણે 31 વર્ષ સુધી જેલની હવા પણ ખાઈ છે. તેમને 5 વખત દોષીત કરાર કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં 154 વખત ચાબૂકથી મારવામાં પણ આવી છે. નરગિસ મોહમ્મદીને 2016 મે મહિનામાં "મૃત્યુદંડની નાબૂદી માટે ઝુંબેશ ચલાવતી માનવ અધિકાર ચળવળ" શરૂ કરી હતી જેના લીધે તેમને 16 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. વર્તમાનમાં પણ તે તેહરાનની કુખ્યાત એવિન જેલમાં બંધ છે.

ભણતર દરમિયાન પણ જેલમાં બંધ થઈ હતી
નરગિસ મોહમ્મદીને યૂનિવર્સિટીમાં ભણતર દરમિયાન સ્ટૂડેન્ટ સમાચાર પત્રમાં મહિલાઓનાં અધિકારોને સમર્થન કરતાં લેખ લખ્યાં હતાં અને રાજકીય છાત્ર સમૂહ તાશક્કોલ દાનેશજુયી રોશનગરાનની 2 બેઠકોમાં પણ હાજરી આપી હતી. આ કારણે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પત્રકારનાં રૂપમાં કામ કરી ચૂકી છે નરગિસ
નરગિસે અનેક સુધારાવાદી સમાચાર પત્રો માટે એક પત્રકાર તરીકે કામ કર્યું છે અને ધ રિફોર્મ્સ, ધ સ્ટ્રેટેજી એન્ડ ટેક્ટિક્સ નામક રાજકીય નિબંધોની એક પુસ્તક પણ પબ્લિશ કરી છે.

2003માં સંગઠન જોઈન કર્યું
2003માં નરગિસ મોહમ્મદી નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદીની અધ્યક્ષતાવાળા ડિફેંડર્સ ઑફ હ્યૂમન રાઈટ્સ સેંટરમાં જોડાઈ હતી. પાછળથી તે આ સેંટરની ઉપાધ્યક્ષ બની.

રહમાની સાથે લગ્ન કર્યાં
1999માં તેમણે પોતાના સાથી સુધાર-સમર્થક પત્રકાર તાઘી રહમાની સાથે લગ્ન કર્યાં જેઓ લગ્નનાં થોડા સમય બાદ પહેલીવખત જેલમાં ગયાં. કુલ 14 વર્ષોની જેલમાં સજા ભોગવ્યાં બાદ રહમાની 2012માં ફ્રાંસ જતાં રહ્યાં પરંતુ મોહમ્મદીએ પોતાનું માનવાધિકારનું કામ ચાલુ રાખ્યું. હાલમાં તેમનાં જોડકા બાળકો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ