બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mystery girl seen again with Shubman Gill! After seeing the video at the airport, people said that they are not good, so who is?

ગપશપ / શુભમન ગિલ સાથે ફરી જોવા મળી મિસ્ટ્રી ગર્લ! એરપોર્ટ પરનો વીડિયો જોઈને લોકોએ કહ્યું સારા નથી તો કોણ છે?

Megha

Last Updated: 12:02 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયા સાથે શુભમન ગીલ જ્યારે એરપોર્ટ પંહોચ્યો ત્યારે તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. હાલ તેની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

  • શુભમન ગિલ પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે
  • શુભમન ગીલ સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી
  • સારા તેંડુલકર નહીં તો કોણ છે આ 'મિસ્ટ્રી ગર્લ'?

ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલ છેલ્લા ઘણા સમયથી માત્ર તેની બેટિંગની સાથે તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે એ વાત તો નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે મુંબઈ પહોંચી ગઈ છે અને આ બધા વચ્ચે શુભમન ગિલ ફરી ચર્ચામાં છે. 

શુભમન ગીલ સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી 
થયું એવું કે ટીમ ઇન્ડિયા સાથે શુભમન ગીલ જ્યારે એરપોર્ટ પંહોચ્યો ત્યારે તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. હાલ તેની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તસવીરોમાં છોકરીનો આખો ચહેરો જોઈ શકતા નહોતા, તેથી તેઓ અનુમાન લગાવવા લાગ્યા કે આ છોકરી કોણ છે. આ તસવીરમાં યુવતીનો અડધો ચહેરો જ દેખાઈ રહ્યો છે અને તે શુભમન ગિલની સાથે ચાલી રહી છે.

PHOTOS થયા વાયરલ 
નોંધનીય છે કે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલ પણ ટીમ સાથે જોવા મળ્યો હતો. પરંતુ તેની સાથે ચાલતી એક છોકરી અચાનક ચર્ચામાં આવી ગઈ અને લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરવા લાગ્યા. જો કે, કેટલાક યુઝર્સે એવું પણ લખવાનું શરૂ કર્યું કે શક્ય છે કે છોકરી ટીમ ઈન્ડિયાના કોઈ અન્ય સભ્ય સાથે હતી.

સારા તેંડુલકર નહીં તો કોણ છે આ 'મિસ્ટ્રી ગર્લ'?
જ્યારે કેટલાક લોકોએ આ છોકરીને 'મિસ્ટ્રી ગર્લ' કહેવાનું શરૂ કર્યું અને લખ્યું કે આ છોકરી બીજું કોઈ નહીં પણ હોઈ શકે જેની સાથે શુભમન ગિલના અફેરની ચર્ચા છે. હાલમાં આ યુવતી કોણ છે તેની પુષ્ટિ થઈ નથી. એવામાં જો શુભમન ગિલના અફેરની ચર્ચાઓની વાત કરીએ તો, હજુ સુધી શુભમન ગિલ કે તેના પરિવાર દ્વારા આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી અને ન તો કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હજુ પણ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ છે.

એ વાત તો જાણીતી જ છે કે શુભમન ગીલનું નામ સારા તેંડુલકર સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું એવામાં હવે આ છોકરી કોણ છે એના વિશે ચર્ચા ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ