બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / My life is in complete danger' Girsomnath MLA presents police petition against MP in Hadkamp, Gandhinagar
Vishal Khamar
Last Updated: 11:58 PM, 12 November 2023
ADVERTISEMENT
ગીર સોમનાથનાં ધારાસભ્યએ સાંસદ વિરૂદ્ધ પોલીસ અરજી આપતા રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે ગીર સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથનાં સાંસદ વિરૂદ્ધ પોલીસ અરજી આપતા અનેક તર્ક વીતર્ક સર્જાયા છે. ગીર સોમનાથનાં સાંસદ રાજેશ ચુડાસમા અને પરિવારનાં 8 સભ્યો સામે પોલીસ મથકે અરજી આપી હતી. અરજીમાં ધારાસભ્યએ પોતાનો જીવ જોખમમાં હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમજ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ લેખિત અરજી કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
કાલે અથવા તો ભવિષ્યમાં મારા તથા મારા પરિવાર ઉપર ખૂની હુમલો થવાનું જોખમઃ વિમલ ચુડાસમા (ધારાસભ્ય)
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોરવાડ પોલીસ મથકે આપેલ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે તા. 3.11.2023 નાં રોજ સાહેદ ગોવિંદભાઈ કરશનભાઈ રાઠોળે મને રૂબરૂ મળીને તેમનાં મોબાઈલમાંથી મારા મોબાઈલમાં ઓડિયો મોકલી સંભળાવેલ. જેમાં મોહન રામા ચુડાસમાએ મને ફોન કરીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલ્યા હતા. તેમજ ધાક ધમકી આપી હતી. જેથી કાલે અથવા તો ભવિષ્યમાં મારા ઉપર તથા મારા પરિવાર ઉપર ખૂની હુમલો કરી મારી તથા મારા પરિવારની જાનને પૂરેપૂરુ જોખમ છે. તેમજ આ કામનાં સામાવાળાના સગા ભત્રીજા જૂનાગઢ ગીર સોમનાથનાં સાંસદ સભ્ય છે.
ધારાસભ્ય દ્વારા અરજીમાં કોના કોના નામનો ઉલ્લેખ કર્યો
(1)મોહન રામાભાઈ ચુડાસમા
(2)નયન મહોનભાઈ ચુડાસમા
(3) નારણભાઈ રામાંભાઈ ચુડાસમા
(4) રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા
(5) હરીશ નારણભાઈ ચુડાસમા
(6) હીરાભાઈ રામાંભાઈ ચુડાસમા
(7) ભરત હિરાભાઈ ચુડાસમા
(8)કેતન હિરાભાઈ ચુડાસમા આ તમામ આઠ લોકોથી ધારાસભ્યનાં જીવને જોખમ હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.