Deadline For Nominee Details: મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર્સ માટે અમે કામનુ ખબર લઈને આવ્યા છીએ. જો સમય રહેતા આ જરૂરી કામ પુરૂ ન કરવામાં આવે તો મોટુ નુકસાન ઉઠાવવું પડી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર સાવધાન
બે અઠવાડિયામાં પુરૂ કરી લો આ કામ
નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન
મ્યુચ્યુઅલ ફંડ શેર બજારમાં પૈસા લગાવવા માટે લોકપ્રિય રીતમાંથી એક છે. તેમાં રોકાણકારને શેર બજારની તેજીનો ફાયદો મળવાની સાથે જ પોર્ટફોલિયો ડાયવર્સ થવાનું નુકસાન પણ ઓછું હોય છે. તેના ઉપરાંત જાતે સારા શેર શોધવાના કામથી પણ છુટકારો મળે છે. આજ કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર્સની સંખ્યા સતત વધતી જઈ રહી છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવો છો તો તમારા માટે આ ખબર ખૂબ જ કામની છે.
હવે કેટલો સમય છે બાકી?
SEBIએ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે માર્ચમાં એક સર્કુલર જાહેર કર્યું હતું. સર્કુલરમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે નોમિની એડ કરવાની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી. હવે ડેડલાઈન ખૂબ નજીક આવી ચુકી છે.
તેના માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. જેને હવે 2 અઠવાડિયાની જ વાર છે. તેનો મતલબ જો તમે પણ મ્યૂચ્યુઅલ ફંડમાં પૈસા લગાવો છો તો નોમિની સાથે જોડાયેલું આ કામ કરવા માટે તમારી પાસે હવે લગભગ 2 અઠવાડિયાનો જ સમય બાકી છે.
ડેડલાઈન બાદ શું થશે?
પહેલા આ ડેડલાઈન 31 માર્ચ 2023એ જ સમાપ્ત થઈ રહી હતી. હકીકતે સેબીએ સૌથી પહેલા આ સંબંધમાં 15 જૂન 2022એ સર્કુલર જાહેર કર્યો હતો. જેમાં 31 માર્ચ 2023ની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી.
જોકે બાદમાં સેબીએ 28 માર્ચે નવું સર્કુલર જાહેર કરી ડેડલાઈનને 30 સપ્ટેમ્બર સુધી વધારી હતી. સેબીએ સ્પષ્ટ કહ્યું હતું કે જો મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર્સ ડેડલાઈન સુધી નોમિનીને લઈને સ્થિતિ સ્પષ્ટ નહીં કરે તો તેમના ફોલિયોને ફ્રીઝ કરી દેવામાં આવશે.
ઈન્વેસ્ટર પાસે શું છે ઉપાય?
મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સની પાસે ફોલિયોથી ડેબિટ ફ્રિઝ થવાથી બચવા માટે બે ઉપાય છે. પહેલો ઉપાય છે કે તે નોમિનેશન સબમિટ કરે અથવા તો કોઈને નોમિની બનાવે. બીજુ ઓપ્શન નોમિનેશન ઓપ્ટ-આઉટ કરવાનું. જો તમે કોઈને નોમિની નથી બનાવવા માંગતા તો તમારે આ જણાવવું પડશે. તેના માટે તમારે ઓપ્ટ-આઉટ ડિક્લેરેશન ભરીને સબમિટ કરવાનું રહેશે.
જોઈન્ટ એકાઉન્ટમાં શું હશે?
જો મ્યુચ્યુઅલ ફંડને એકથી વધારે લોકોએ મળીને ખરીદ્યું છે એટલે એકાઉન્ટ ઈન્ડિવિઝ્યુઅલ નહીં પરંતુ જોઈન્ટ છે તો આવી સ્થિતિમાં બધા જોઈન્ટ હોલ્ડરને મળીને કોઈ એક નોમિની બનાવવાના રહેશે. આવી સ્થિતિમાં જ્યારે જોઈન્ટ યુનિટના બધા હોલ્ડનું મોત થઈ જાય. એટલે કે જોઈન્ટ યુનિટ હોવા પર પણ ડેડલાઈન સુધી આ કામનો પુરૂ કરવું જરૂરી છે.