બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Mullah Baradar to lead new Afghanistan government- Says Taliban sources

મોટા સમાચાર / અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ રિટર્ન્સ, મુલ્લા અબ્દુલ ગની બરાદરના હાથોમાં સરકારની કમાન : સૂત્ર

Parth

Last Updated: 02:11 PM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂત્રો અનુસાર શેર મહોમ્મદ અબ્બાસ અને મુલ્લા યાકુબને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે અને તાલિબાન સરકારનું નેતૃત્વ મુલ્લા બરાદર કરી શકે છે.

  • અફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે તાલિબાન 
  • મુલ્લા બરાદર કરશે સરકારનું નેતૃત્વ 
  • દેશનું બંધારણ પણ બદલી નાંખશે તાલિબાન 

અફઘાનિસ્તાનમાં હવે ખૂંખાર આતંકવાદી તાલિબાનો રાજ કરશે, અમેરિકાએ દેશ છોડી દીધા બાદ હવે તાલિબાનનાં હાથમાં છૂટો દોર મળી ગયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે આધિકારિક રીતે સત્તાનું એલાન કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર શેર મહોમ્મદ અબ્બાસ અને મુલ્લા યાકુબને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે અને તાલિબાન સરકારનું નેતૃત્વ મુલ્લા બરાદર કરી શકે છે. 

બંધારણ પણ બદલી નાંખસે તાલિબાન
તાલિબાનને લગતી એક તાજા રિપોર્ટ અનુસાર તાલિબાન પૂર્વ સંસ્થાપક મુલ્લા ઉમરનાં દીકરા મુલ્લા મહોમ્મદ યાકુબ અને શેર મહોમ્મદ અબ્બાસ સ્ટેનકજઈને સરકારમાં મોટું પદ અપાઈ શકે છે. સૂત્રો અનુસાર તાલિબાન હવે દેશનું બંધારણ જ બદલી નાંખશે કારણ કે તાલિબાન માને છે કે અત્યારનાં બંધારણનાં કારણે જ અફઘાનિસ્તાન વિદેશોને આધીન દેશ બની ગયો છે. 

તાલિબાની સરકારમાં કોને કોને સ્થાન અપાશે? 
નોંધનીય છે કે તાલિબાન પોતાની નવી સરકારનાં ગઠન માટે ખૂબ ઉતાવળમાં છે. ચાર દિવસથી તાલિબાની નેતાઓ અંદરોઅંદર મીટિંગ પર મીટિંગ કરી રહ્યા છે. તાલિબાનની નવી સરકારમાં તાલિબાન સિવાયનાં પક્ષને સામેલ કરવામાં આવે કે નહીં તેના પર હજુ અસમંજસતા દેખાઈ રહી છે. આ સિવાય નોર્ધન અલાયન્સને તાલિબાન સત્તામાં સ્થાન આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. નોંધનીય છે કે નોર્ધન અલાયન્સને સરકારમાં સરખી ભાગીદારી જોઈએ છે. 

કોણ છે મુલ્લા બરાદર 
નોંધનીય છે કે બરાદર દાયકાઓથી તાલિબાનનો સૌથી ખૂંખાર નેતા છે. વર્ષ 1978માં જ્યારે સોવિયેતની સામે તાલિબાને ગોરિલ્લા વોરમાં બરાદર સક્રિય હતો. બરાદરે મુલ્લા ઉમર સાથે મળીને ઠેર ઠેર મદરેસા બનાવ્યા અને તેમાં તાલિબાન માટે લડાકૂઓ તૈયાર કર્યા. 1996માં જ્યારે તાલિબાનની સરકાર બની ત્યારે પણ બરાદરનો મોટો હાથ હતો. વર્ષ 2001માં અમેરિકાનાં હુમલા બાદ બરાદર અફઘાનિસ્તાનથી ભાગ્યો અને 2010માં બરાદરની કરાંચીમાથી ધરપકડ કરી લેવામાં આવી. વર્ષ 2018માં બરાદરને ફરીથી છોડી દેવામાં આવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ