બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mukhtar Ansari sentenced 10 years jail and 5 lakh rupees fine by mp mla court

દેશ / માફિયા ડોન મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલ, 5 લાખનો દંડ, આ કેસમાં ગેંગસ્ટર કાપશે સજા

Vaidehi

Last Updated: 05:01 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MP-MLA કોર્ટે ગેંગસ્ટર મામલામાં અંસારીને દોષી કરાર કર્યા બાદ આજે કોર્ટે તેને 10 વર્ષની સજા સંભળાવી છે. નિર્ણય બાદ મુખ્તારની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

  • MP-MLA કોર્ટે મુખ્તાર અંસારીને દોષી કરાર કર્યો
  • 10 વર્ષની સજા સાથે 5 લાખનો ફાઈન
  • સતત ત્રીજા કેસ માટે અંસારી દોષી કરાર

માફિયા ડોન મુખ્તાર અંસારીને ગેંગસ્ટર મામલામાં MP-MLA કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ તેના પર 5 લાખનો ફાઈન પણ લગાડવામાં આવ્યો છે. મુખ્તારનાં સહયોગી સોનૂ યાદવને પણ 5 વર્ષની સજા અને 2 લાખનો ફાઈન ફટકારવામાં આવ્યો છે. જો કે મુખ્તારનાં વકીલ લિયાકતે કહ્યું કે આ કેસ મેંટેનેબલ નથી અમે હાઈકોર્ટમાં અપીલ કરશું અને આશા છે કે અમને ત્યાં ન્યાય મળશે.

આજે કોર્ટે સજાનું એલાન કર્યું
MP-MLA કોર્ટનાં જજ અરવિંદ મિશ્રની કોર્ટે ગેંગસ્ટર મામલામાં અંસારીને ગઈકાલે દોષી કરાર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે સજાનું એલાન કરતાં કહ્યું કે જજ આ નિર્ણયમાં મને કોઈ વાંધો નથી હું તો 2005થી જેલમાં બંધ છું.

સતત ત્રીજા કેસ માટે સજા સંભળાવી
ગેંગસ્ટર એક્ટનાં ત્રીજા કેસમાં મુખ્તાર અંસારીને સતત સજા સંભળાવવામાં આવી છે. આ પહેલાં ગાઝીપુરનાં MP-MLA કોર્ટે અવધેશ રાય હત્યાકાંડ બાદ નોંધાયેલ ગેંગસ્ટર એક્ટનાં કેસમાં અને કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ બાદ નોંધાયેલ ગેંગસ્ટર કેસમાં સજા સંભળાવી હતી.

આ કેસમાં માફિયાને મળી હતી સજા
19 એપ્રિલ 2009નાં કપિલ દેવ સિંહ હત્યાકાંડ અને 24 નવેમ્બર 2009નાં મીર હસન અટેક કેસમાં મુખ્તાર અંસારીની સામે ગેંગસ્ટર કેસ નોંધવામાં આવ્યો હતો. આ કાંડનાં મુખ્ય કેસમાં અંસારીને કોર્ટ દ્વારા બેલ આપી દેવામાં આવી હતી. પોલીસે આ બંને મામલામાં મુખ્તાર અંસારીને 120 બી અંતર્ગત કાવતરું રચવાનો આરોપી કરાર કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ આ આરોપ સાબિત નહોતી કરી શકી જેના કારણે બંને કેસોમાં કોર્ટે તેને મુક્ત કર્યો હતો. પણ હવે ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કોર્ટે તેને દોષી કરાર કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ