બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / More than 750 Indians have become 'Dhankubers', that too in the last one year alone

બિઝનેસ / 750થી વધુ ભારતીયો બન્યા 'ધનકુબેર', એ પણ માત્ર છેલ્લા એક વર્ષમાં, જાણો છેલ્લે આંકડો ક્યાં પહોંચશે

Priyakant

Last Updated: 03:47 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UHNWIs Latest News : UHNWIs એ એવા લોકો છે જેમની નેટવર્થ 30 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 250 કરોડથી વધુ હોય

UHNWIs News : ભારતમાં સમૃદ્ધ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ કારણે ભારતમાં અલ્ટ્રા-હાઈ નેટવર્થ એટલે કે UHNWIs ની સંખ્યા વધી રહી છે. UHNWIs એવા લોકો છે જેમની નેટવર્થ 30 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 250 કરોડથી વધુ છે. આ તરફ હવે નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર ભારતમાં આવા લોકોની સંખ્યા 2022માં 12 હજાર 495ની સરખામણીમાં 2023માં 6.1 ટકા વધીને 13 હજાર 263 થઈ જશે. આ સાથે 2028 સુધીમાં તેમની સંખ્યા લગભગ 50 ટકા વધીને 19 હજાર 908 થવાની ધારણા છે. 

અહેવાલ મુજબ 90 ટકા UHNWIs 2024 દરમિયાન તેમની સંપત્તિમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. લગભગ 63 ટકા લોકો તેમની નેટવર્થમાં 10 ટકાથી વધુ વધારો કરવાનો વિશ્વાસ ધરાવે છે. નિષ્ણાતોના મતે આર્થિક મંદી વચ્ચે ઘટતી મોંઘવારી અને વ્યાજદરમાં અપેક્ષિત ઘટાડાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ ઝડપી રહેશે. દરેકની સાથે સમૃદ્ધ ભારતીયોને પણ આ તેજીથી ફાયદો થશે અને તેમની સંપત્તિમાં પણ વધારો થશે.  

આગામી 5 વર્ષમાં ભારતીય અમીરોની સંખ્યામાં વૈશ્વિક સરેરાશ કરતાં વધુ ઝડપથી વધારો થવાની ધારણા છે. નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં UHNWIની સંખ્યા આગામી 5 વર્ષમાં 28.1 ટકા વધીને 2028 સુધીમાં લગભગ 8.03 લાખ થઈ શકે છે. વિશ્વભરમાં UHNWIs ની સંખ્યા 2023 માં 6.01 લાખથી 4.2 ટકા વધીને 6.26 લાખ થઈ છે. જ્યારે 2022માં વિશ્વભરમાં અલ્ટ્રા-હાઈ નેટવર્થ કેટેગરીમાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. 

જો આપણે 2023 માં જુદા જુદા દેશોમાં UHNWI ની સંખ્યામાં થયેલા વધારા પર નજર કરીએ તો તુર્કી આ યાદીમાં સૌથી આગળ છે જ્યાં UHNWI ની સંખ્યામાં 9.7 ટકાનો વધારો થયો છે. અમેરિકામાં અલ્ટ્રા-હાઈ નેટવર્થ વ્યક્તિઓની સંખ્યામાં ગયા વર્ષે 7.9 ટકાનો વધારો થયો છે. આ યાદીમાં ભારત 6.1 ટકાના વધારા સાથે ત્રીજા દક્ષિણ કોરિયા 5.6 ટકાના વધારા સાથે ચોથા અને સ્વિટ્ઝર્લેન્ડ 5.2 ટકાના વધારા સાથે પાંચમા ક્રમે છે.

વધુ વાંચો: 7 લાખ સુધીનો વીમો મળશે, એમાંય એક પણ રૂપિયો ચૂકવ્યાં વિના! એ કઇ રીતે? જાણો

જોકે ભવિષ્યમાં તે પણ શક્ય છે કે, ઘણા UHNWIs ઉચ્ચ વૃદ્ધિ દર ધરાવતા દેશોમાંથી સ્થળાંતર કરી શકે અને અન્ય દેશોમાં પણ સ્થાયી થઈ શકે. આના કારણે યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં સ્થાયી થવાનો ધનિક લોકોનો ટ્રેન્ડ જોઈ શકાય છે. નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર હાલમાં એશિયા, મધ્ય પૂર્વ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં UHNWIsની સંખ્યા અને સંપત્તિ વધી રહી છે. યુરોપ આ બાબતમાં થોડું પાછળ છે જ્યારે આફ્રિકા અને લેટિન અમેરિકા સૌથી નબળા પ્રદેશો સાબિત થઈ રહ્યા છે. નાઈટ ફ્રેન્કના 'ધ વેલ્થ રિપોર્ટ-2024' અનુસાર, દેશના સૌથી ધનિક લોકો તેમના 17% પૈસા લક્ઝરી સામાન ખરીદવા પાછળ ખર્ચે છે. આ UHNWIs કરોડોની કિંમતની લક્ઝરી ઘડિયાળો, ક્લાસિક કાર, લક્ઝરી હેન્ડબેગ્સ, રંગીન હીરા, દુર્લભ વ્હિસ્કી અને જ્વેલરી ખરીદવાનું પસંદ કરે છે. આ સિવાય અબજોપતિઓ આર્ટ, ફર્નીચર અને સિક્કા પાછળ પણ ઘણો ખર્ચ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ