બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Monsoon Session : Both Houses Adjourned, AAP MP Sanjay Singh Suspended

હવે શું થશે / સંસદમાં ધબડકો, રાજ્યસભા-લોકસભાની કાર્યવાહી ધડામ, અમિત શાહ-રાજનાથ એક્શનમાં, જુઓ બન્નેએ શું કર્યું

Hiralal

Last Updated: 04:15 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુર હિંસા મામલે પીએમ મોદીના નિવેદનની માગ પર આજે લોકસભા અને રાજ્યસભા બન્નેની કાર્યવાહી ખોરવી નાખી હતી.

  • આજે પણ ન ચાલી લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી
  • વિપક્ષે મણિપુર હિંસા મામલે કરી રહ્યો છે પીએમ મોદીના નિવેદનની માગ
  • લોકસભામાં બોલ્યાં અમિત શાહ, સરકાર ચર્ચા કરવા તૈયાર
  • રાજનાથ સિંહે ખરગેને ફોન કર્યો 

સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં સંઘર્ષની સ્થિતિ છે. વિપક્ષ મણિપુર હિંસા મામલે પ્રધાનમંત્રી મોદીના સંસદમાં નિવેદનની માગ પર અડગ છે, સોમવારે પણ લોકસભા કે રાજ્યસભામાં કોઈ કામ થઈ શક્યું ન હતું. લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે સરકાર મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે. શાહે કહ્યું કે 'મને ખબર નથી કે વિપક્ષ ચર્ચા કેમ નથી ઈચ્છતો'. હંગામો બંધ ન થતાં લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

રાજ્યસભામાં આપ સાંસદ સંજયસિંહ બરખાસ્ત 
રાજ્યસભામાં પણ અધ્યક્ષ જગદીપ ધનખરે કડક વલણ અપનાવ્યું હતું. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહ દ્વારા સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરએસમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સિંહના સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂક્યો હતો. સિંહ રાજ્યસભામાં સતત સૂત્રોચ્ચાર અને હંગામો કરી રહ્યા હતા. 

શું છે વિપક્ષની માગ 
વિપક્ષ મણિપુરમાં જાતિ હિંસા અંગે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ પર અડગ છે. તેમને પીએમ મોદીના નિવેદનથી ઓછું કંઈ ખપતું નથી. 

ચર્ચા થવા દો, અમિત શાહે વિપક્ષને કરી અપીલ
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષી સાંસદોને ગૃહને કામકાજ કરવા દેવાની અપીલ કરી હતી. સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે તેમ જણાવતા શાહે કહ્યું કે તે (મણિપુર) એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો કે આ પછી પણ હોબાળો અટક્યો ન હતો. લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દીધી.

સરકાર ચર્ચા માટે તૈયાર છે, તો પછી વિપક્ષ સંસદ કેમ ચાલવા નથી દેતો'
બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું, 'અમે મણિપુર પર ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ તેની સાથે જ મેં બિહારમાં થયેલા લાઠીચાર્જ, બંગાળમાં થયેલી હિંસા પર ચર્ચા માટે નોટિસ આપી હતી અને સ્પીકરે તેનો સ્વીકાર કર્યો હતો. આજે AAP સાંસદ સંજય સિંહે જે રીતે હંગામો શરૂ કર્યો કે ગૃહમાં તેમને બહાર કરવાની ફરજ પડી. જ્યારે સરકાર ચર્ચા માટે તૈયાર છે, તો પછી તેઓ (વિપક્ષ) ગૃહને કેમ ચાલવા દેતા નથી.

રાજનાથે ખરગેને ફોન કર્યો
સંસદના ચોમાસાના સત્રની શરુઆતમાં જ ધબડકો થયો છે વિપક્ષ મણિપુર મામલે પીએમ મોદીના નિવેદનની માગ કરી રહ્યો છે પરંતુ અમિત શાહે કહ્યું છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. આ દરમિયાન મડાગાંઠ ઉકેલવા માટે રાજનાથ સિંહ કોંગ્રેસ અધ્યક્ષ ખરેગેને ફોન કર્યો હતો અને તેમને સંસદની કાર્યવાહી ચાલવા દેવાની અપીલ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ