બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / money saving tips things to know about money saving

કામની ટિપ્સ / ગમે તેટલી મહેનત કરો, તોય પૈસા નથી બચતા? તો આજથી જ આ ટિપ્સ ફૉલો કરો, થશે જોરદાર સેવિંગ

Arohi

Last Updated: 02:07 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Money Saving Tips: પૈસા બચાવતી વખતે સૌથી જરૂરી છે કે બચત માટે નક્કી કરેલા પૈસાનો ઉપયોગ ન કરવામાં આવે. બીજી એક ખાસ વાત છે કે પરિવારના સદસ્યોને પણ બચતની આદત લગાવો.

  • પૈસાની બચત કરવી છે ખૂબ જરૂરી 
  • આજથી જ આ ટિપ્સ ફૉલો કરો
  • થશે જોરદાર સેવિંગ

ખર્ચ કરવા માટે બચતનું હોવું ખૂબ જ જરૂરી છે. બચત ન થતી હોય અને ખર્ચ ચાલું હોય તો તમે દેવામાં પણ ડૂબી શકો છો. એવી સ્થિતિ ન આવે તેના માટે તમારે પૈસાની બચત કરવાની આદત પાડવી પડે છે. ઘણા લોકો એવું નથી સમજતા કે આખરે પૈસાની બચત કેવી રીતે કરવી જોઈએ. પૈસાની બચત કરવાની આદત લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની જરૂરીયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. 

ખર્ચા પર ધ્યાન આપો 
તમે પોતાના ખર્ચાને મોબાઈલ એપ પર ટ્રેક કરી શકો છો અથવા નોટપેડમાં પોતાના ખર્ચાને ડોક્યુમેન્ટેશન કરી શકો છો. તેનાથી તે વસ્તુઓની ઓળખ કરવામાં મદદ મળી શકે છે જેને તમે પોતાની બચત વધારવા માટે ખતમ કરી શકો છો. 

બચતને બજેટમાં આપો પ્રાથમિકતા
પોતાના મંથલી બજેટમાં બચતને જોડવુ જરૂરી છે. ખર્ચની ઓળખ કર્યા વગર બચત નક્કી કરવી અને દર મહિને તેના પર કાયમ રહેવું જરૂરી છે. 

નાણાકીય પ્રાથમિકતાઓ કરો સેટ 
વિચાર્યા વગર ખર્ચ કરવાના બદલે પ્રાથમિકતાઓ સેટ કરીને નાણાકીય લક્ષ્ય નક્કી કરો. આ તમને રોડમેપ પ્રદાન કરી શકે છે અને તમારા લક્ષ્યોને મેળવવા માટે મદદ કરી શકે છે. 

એક બજેટ જરૂર અલોટ કરો 
પૈસા બચાવતી વખતે સૌથી જરૂરી છે કે બચત માટે નિર્ધારિત પૈસાને ખર્ચ ન કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ રાખો. એવું પણ બની શકે કે તમે બચત કરવાનું કે ઈમરજન્સીના સમયે જ તે પૈસાનો ઉપયોગ કરવાનો સંકલ્પ છોડી દો. પરંતુ આ ભૂલથી બચો. બજેટ પર કાયમ રહો અને તેનાથી વધારે ખર્ચ ન કરો. ઓછા બજેટથી બચત કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરો. 

ખર્ચ કરવાની આદતોનું ધ્યાન રાખો 
કોઈ પણ બચતનો ફાયદો લેવા માટે તમારી ખરીદી અને ખર્ચા કરવાની આદતો પર સતત ધ્યાન રાખતા રહો. તમે ક્યાં અને કેવી રીતે ખર્ચ કરો છો તેનો અંદાજો લગાવો. તેના માટે છેલ્લા થોડા મહિનાઓના પોતાના બેંક ખાતાનું એનાલિસીસ કરો. ક્રેડિટ કાર્ડ હિસ્ટ્રી પર પણ નજર કરો. સેવિંગ કરેલી રકમને અલગ ખાતામાં રાખવાનો નિર્ણય લો. તેનાથી તમારી બચત રકમ વધવામાં મદદ મળશે. 

ખર્ચ ઓછા કરવાની રીતો શોધો 
એવી વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરો જે તમે પોતાના ખર્ચાઓને ઓછો કરવા માટે કરી શકો છો. જેમ કે બિન-જરૂરી મેમ્બરશિપ, પોતાના સાપ્તાહિક અને માસિક ખર્ચા પર નજર ન રાખવી વગેરે. પોતાના ખર્ચા કરવાની આદત પ્રત્યે સચેત રહો. તેનાથી ખર્ચ કરવાની જરૂરીયાત પર અંકુશ લગાવવામાં મદદ મળી શકે છે. 

બચત ટાર્ગેટ નક્કી કરો 
પૈસા બચાવતી વખતે લક્ષ્ય નિર્ધારિત કરવાથી તમને સારી રીતે બચત કરવામાં મદદ મળી શકે છે. લક્ષ્ય લોન્ગ ટર્મ કે શૉર્ટ ટર્મ હોઈ શકે છે. 

વધુ વાંચો: પહેલા જ દિવસે આ IPO હાઉસફૂલ, 84 રૂપિયા છે પ્રાઈઝ, આટલા રિર્ટનનો અંદાજો

સેવિંગ સ્કીમમાં રોકાણ કરો 
લાઈફ ઈન્શ્યોરન્સ સહિત અમુક બચત યોજનાઓ તમારી અને તમારા પરિવારની જરૂરીયાતોનું ધ્યાન રાખવા માટે બચત કરવામાં મદદ કરી શકે છે. તે નિયમિત બચતની આદત વિકસિત કરવામાં મદદ કરે છે અને સારૂ રિટર્ન આપી શકે છે. આ તમને કોઈ પણ ઈમરજન્સી માટે નાણાકીય રીતે તૈયાર રાખે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ