બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / molestation happens with teenage girl in Surat

સુરક્ષિત ક્યાં ? / સુરતમાં ફરી ગ્રીષ્મા કેસ જેવી ઘટના બનતા રહી ગઇ, સગીરાનો પીછો કરતાં રોમિયોને ચખાડ્યો મેથીપાક

Khyati

Last Updated: 10:50 AM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સગીરાનો પીછો કરીને રોમિયો પહોંચ્યો ઘરે, પિતા-કાકાએ મેથીપાક ચખાડીને કર્યો પોલીસના હવાલે

  • સુરતના ઇચ્છાપોરમાં રોમિયોની ધોલાઇ
  •  સગીરાની છેડતી કરતા કરી ધોલાઇ
  • પોલીસે ધરપકડ કરી હાથ ધરી કાર્યવાહી 

પોલીસે જેલભેગો કરી હાથ ધરી કાર્યવાહી

ગુજરાતમાં  મહિલા- દિકરીઓ સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો તદ્દત વિપરિત જ છે.  સુરતમાં કોણ જાણે શું થઇ રહ્યું છે. દર બે દિવસે છેડતીના બનાવો સામે આવી રહ્યા છે. ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજી તો ભુલાયો નથી ત્યાં જ વધુ એક આવી જ ઘટના બનતા રહી ગઇ.  સગીરાને છેડતી કરનાર રોમિયોને પરિવારે મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધો.

સગીરાની છેડતી કરનાર સકંજામાં

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.  વાહનોમાં આગચંપી કરવાની વાત હોય કે પછી છેડતી, ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતની વધુ એક દિકરી સનકી રોમિયોના ચુંગાલમાંથી માંડ બચી. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં એક રોમિયો સગીરાની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. આટલુ ઓછુ હોય તેમ તે સગીરાનો પીછો કરતા કરતા તેના ઘર સુધી પહોંચી ગયો. જો કે પરિવારમાં પિતા અને કાકાએ રોમિયોની બરાબર ધોલાઇ કરી નાંખી.  રોમિયોને ફટકારીને પિતા અને કાકાએ તેને પોલીસને હવાલે કરી દીધો.

સગીરાને આપતો હતો ધમકી

 છેલ્લા ઘણા સમયથી રોમિયો સગીરાને પરેશાન કરી રહ્યો હતો. તે ફોન કરીને ધાકધમકીઓ પણ આપતો હતો.  જોકે સમગ્ર મામલે  રોમિયાનો પોલીસને હવાલે કરી દેવાતા પોલીસે તેની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સુરતમાં બની રહેલી આવી ઘટનાઓને પગલે પોલીસે એક દાખલો બેસાડવાની જરુર છે કે જેથી કોઇ પણ વ્યક્તિ બહેન દિકરીઓ તરફ આંખ ઉઠાવીને પણ ન જોવે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ