બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammed Shami's US visa rejected initially, BCCI comes to his rescue

ક્રિકેટ / પત્નીના કારણે આ ભારતીય બૉલરને ના મળ્યા US વિઝા, BCCIએ કરી મદદ

vtvAdmin

Last Updated: 12:08 PM, 27 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શામીના ઘરેલુ હિંસાના કેસના કારણે યુએસ જવાના વિઝાને કેન્સલ કરાયા છે.

તમને જણાવી દઇએ કે, વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમને પહેલી 2 T-20 મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમવાની છે. 

ઉલ્લેખનીય છે કે, 2018માં મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટ, રેપ, હત્યાના પ્રયત્ન અને ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંએ શમી વિરુદ્ઘ કેસ પણ દાખલ કરાવ્યો હતો. મોહમ્મદ શમીનો તલાકનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 

રિપોર્ટ અનુસાર, આ કેસના કારણે અમેરિકાએ તેણે વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે BCCIએ તેમાં દખલ કરી, જે પછી તેણે વિઝા આપવામાં આવ્યા છે. સૂત્રોનુસાર, BCCIના ચીફ એક્ઝિક્યૂટીવ અધિકારી રાહુલ જૌહરીએ અમેરિકી દૂતાવાસને એક પત્ર લખ્યો હતો, જેમાં શામીની સિદ્ધીઓ અને તેમની પત્ની હસીન જહાં દ્વારા લગાવાયેલા ખોટા આરોપોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ શામીને અમેરિકાના અંડર P1 વિઝા(કોઈ પણ દેશના આંતરરાષ્ટ્રીય એથલિટ ખેલાડીને આપવામાં આવે છે) આપવામાં આવ્યા છે.

BCCIના સૂત્રોનુસાર, શામીની વિઝા એપ્લીકેશનને અમેરિકી દૂતાવાસે શરૂઆતમાં ફગાવી દીધી હતી. જે શામીની પોલીસ રેકોર્ડની અધૂરી ચકાસણીના કારણે અટકાવાયા હતા. જો કે હવે તેનો ઉકેલ આવી ગયો છે. 

BCCIના અધિકારીએ વધુમાં કહ્યું કે, જેવા જ શામીના વિઝા રિજેક્ટ થયા, તેવો જ BCCIના CEO રાહુલ જૌહરીએ અમેરિકાના દૂતાવાસને પત્ર લખ્યો હતો. આ પત્રમાં શામીની સિદ્ધીઓ અને તેમના ભારતીય ક્રિકેટ ટીમના મહત્વ વિશે પણ જણાવ્યું હતું.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રવિ શાસ્ત્રી પહેલાથી જ અમેરિકાના વિઝાધારક છે અને જે ખિલાડીઓની પાસે અમેરિકાના વિઝા નથી, તેમના માટે BCCIએ P-1 વિઝા કેટેગરીમાં અરજી કરી હતી. જોકે ટીમ ઇન્ડિયાના જેટલા સભ્યોએ આ અરજી કરી હતી, તેમાં શમીને છોડીને તમામને વિઝા મળી ગયા હતા જોકે BCCIની મદદથી મોહમ્મદ શમીને પણ વિઝા મળી ગયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ