બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi vs opposition, how much focus on the issue? Will the people of the country choose the Shambhumela government again?

મહામંથન / મોદી વિરુદ્ધ વિપક્ષ, મુદ્દા ઉપર કેટલું ફોકસ? દેશની જનતા ફરી શંભુમેળાની સરકાર પસંદ કરશે ખરી?

Vishal Khamar

Last Updated: 09:36 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ બેંગ્લુરૂમાં કોંગ્રેસ સહિત 26 પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી વિપક્ષો એક સાથે મળીને લડવાનું નક્કી કરી મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ અને NDAની બેઠકોના દોર ધમધમી રહ્યો છે.  ત્યારે એક તરફ બેંગ્લુરુમાં કોંગ્રેસ સહિત 26 પક્ષની બેઠક અને ડિનરનું આયોજન છે ત્યારે બીજી તરફ મંગળવારે દિલ્લીમાં ભાજપની આગેવાનીમાં NDAની બેઠક યોજાશે. આ બેઠક પહેલા મહત્વના સમાચાર એ છે કે ચિરાગ પાસવાન NDAમાં સામેલ થઈ ગયા છે જેની પુષ્ટિ ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટ્વીટ કરીને આપી છે. બહુ દૂર ન જઈએ અને થોડા સમય પહેલાની વાત કરીએ તો 2019 પહેલા ભાજપની સરકાર જે રીતે ચૂંટણી જીતી રહી હતી અને કોંગ્રેસ તથા અન્ય પક્ષ જે રીતે નિષ્ક્રિય હતા તેને લઈને નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ એવું કહ્યું હતું કે હવે આપણે સૌએ 2019માં જીત ભૂલી જવી જોઈએ કારણ કે 2024 પહેલા આપણો ગજ વાગે એવું લાગતું નથી. કદાચ મોડે મોડે કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ આ વાતની નોંધ લીધી હોય એવુ લાગે છે.

  • લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ અને શાસક પક્ષની બેઠક
  • બેંગ્લુરુમાં વિપક્ષની તો દિલ્લીમાં NDAની બેઠક
  • વિપક્ષ 2024ની ચૂંટણી પહેલા મોદી સરકારને ઘેરવા માંગે છે
  • ભાજપનો પ્રયાસ છે કે 2024ની ચૂંટણી પહેલા NDAનું કદ વધે

કોમન મિનિમમ પ્રોગ્રામ, ધ્રુવીકરણ કરતા મુદ્દાઓ ઉપર ચુપ રહેવું, મોદી વિરુદ્ધ જનતાની ચૂંટણીને મુદ્દો બનાવવા અંગે ચર્ચા-વિચારણાઓ થઈ રહી છે, સામે પક્ષે ભાજપનો પ્રયાસ છે કે NDAના જૂના સહયોગીઓની સાથે યુપી, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોના નાના પક્ષોને પણ સાથે લેવા. બેઠકના દોરની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ યથાવત રહ્યો છે. ભાજપ મહાગઠબંધનને દિશાવિહીન ગણાવે છે તો કોંગ્રેસ એવુ કહીને આશ્વસ્ત છે કે જો ભાજપને કોઈ ફેર નથી પડતો તો પછી દિલ્લીમાં મોટાપાયે બેઠક કેમ કરવી પડે છે, કારણ કે અત્યાર સુધી તો એક પછી એક વિજય પતાકા લહેરાવ્યા બાદ ભાજપ સિવાય NDAની તો કોઈ ગણતરી જ ન હતી. દાયકાઓ પહેલા ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પણ જનતા મોરચો એક થયો હતો અને મોરારજી દેસાઈના વડપણ હેઠળ બનેલી સરકાર બે વર્ષ ટકી હતી, જો કે હવે સમયના વહાણા વહી ગયા છે અને થોડા સમયથી જનતા સ્પષ્ટ બહુમતિ સાથેની સરકાર ચૂંટી રહી છે. આવા સમયે મોદી વિરુદ્ધ વિપક્ષની લડાઈમાં મુદ્દા ઉપર કેટલું ફોકસ થશે.

  • વિપક્ષનો પ્રયાસ છે કે વિવિધ મુદ્દે સહમતિ બને અને ચૂંટણી લડવામાં આવે
  • ભાજપનો પ્રયાસ છે કે અગાઉના સહયોગીને પણ ફરી સાથે લેવામાં આવે
  • જે.પી.નડ્ડાનો દાવો છે કે ભાજપની બેઠકમાં કુલ 38 પક્ષ સામેલ થશે
  • બેંગ્લુરુમાં વિપક્ષની બેઠકમાં 26 રાજકીય પક્ષ સામેલ

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ અને શાસક પક્ષની બેઠક.  બેંગ્લુરુમાં વિપક્ષની તો દિલ્લીમાં NDAની બેઠક મળી હતી.  વિપક્ષ 2024ની ચૂંટણી પહેલા મોદી સરકારને ઘેરવા માંગે છે. ભાજપનો પ્રયાસ છે કે 2024ની ચૂંટણી પહેલા NDAનું કદ વધે. વિપક્ષનો પ્રયાસ છે કે વિવિધ મુદ્દે સહમતિ બને અને ચૂંટણી લડવામાં આવે. ભાજપનો પ્રયાસ છે કે અગાઉના સહયોગીને પણ ફરી સાથે લેવામાં આવે. જે.પી.નડ્ડાનો દાવો છે કે ભાજપની બેઠકમાં કુલ 38 પક્ષ સામેલ થશે. બેંગ્લુરુમાં વિપક્ષની બેઠકમાં 26 રાજકીય પક્ષ સામેલ છે.  મહાગઠબંધનની વાત અગાઉ પણ ચર્ચાઈ ચુકી છે. અસમાન વિચારધારાના પક્ષની મુદ્દા આધારીત સહમતિ જરૂરી છે.  જનતાના મુદ્દાઓ ઉપર કેટલું ફોકસ થશે તે અગત્યનો સવાલ છે. 

વિપક્ષની બેઠકનો એજન્ડા

  • બે થી ત્રણ ગૃપ કે સમિતિ બને
  • કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવે
  • કોઈ નેતાને મોદી વિરુદ્ધ ન ઉતારવો
  • મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું
  • 2024ની ચૂંટણીને મોદી વિરુદ્ધ જનતાની ચૂંટણી બનાવવામાં આવે
  • રાજ્ય મુજબ બેઠક વહેંચણી અંગે ચર્ચા કરવી
  • ક્યા મુદ્દે બોલવું અને ક્યા મુદ્દે ચુપ રહેવું તે નક્કી કરવા જૂથ બને
  • UPAનું નામ બદલવા અંગે વિચારવિમર્શ કરવો
  • નવા નામ સાથે પાર્ટી બને તેના ચેરપર્સન અંગે સહમતિ બનાવવી

ભાજપની બેઠકનો એજન્ડા 

  • જૂના સહયોગીઓ સાથે સંપર્ક મજબૂત કરવો
  • યુપી, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોના નાના પક્ષને સાથે લેવા
  • વિપક્ષ ઉપર પ્રહાર મજબૂત કરવા
  • અગાઉ NDAનો હિસ્સો રહ્યા હોય તેવા પક્ષને પણ બોલાવ્યા
  • સહયોગી પક્ષ અને નાના પક્ષ સાથે વિચારવિમર્શની જરૂરિયાત
  • વિપક્ષની બેઠક સામે મજબૂત શક્તિપ્રદર્શન
  • સરકારની ઉપલબ્ધિઓને વધુ મજબૂત રીતે દર્શાવવી
  • વિપક્ષનું ગઠબંધન નિષ્ફળ જશે તે મુદ્દો જોરશોરથી દર્શાવવો

વિપક્ષની બેઠકમાં કોણ સામેલ? 

કોંગ્રેસ
NCP
SP
JMM
PDP
NC
શિવસેના-ઉદ્ધવ જૂથ
JDU
RJD
AAP
CPI
CPI-M
CPI-ML
DMK
TMC
MDMK
KDMK
VCK
RSP
AIFB
IUML
કેરળ કોંગ્રેસ-જોસેફ
કેરળ કોંગ્રેસ-મણિ

NDAની બેઠકમાં કોને બોલાવાયા? 

LJP- ચિરાગ પાસવાન જૂથ
RLSP
HAM
નિષાદ પાર્ટી
અપના દળ-સોનેવાલ
જનસેના
LJP-પશુપતિ પારસ જૂથ
જનનાયક જનતા પાર્ટી
AIADMK
તમિલ મનિલા કોંગ્રેસ
ભારત મક્કલ કાલવી મુનેત્ર કઝગમ
AJSU
NPP
NDPP
MNF
AGP
SKM
શિવસેના-શિંદે જૂથ
NCP- અજીત પવાર જૂથ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ