બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi government has made a big change in the rules of fitness certificate of vehicles: it will be applicable to all cars, trucks, buses, it is not known where the test will be done.

તમારા કામનું / મોદી સરકારે ગાડીઓના ફિટનેસ સર્ટિફિકેટના નિયમોમાં કર્યો મોટો બદલાવ: કાર,ટ્રક,બસ બધા પર થશે લાગુ, જાણૉ ક્યાં થશે ટેસ્ટ

Megha

Last Updated: 11:55 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vehicle Fitness Certificate : સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ફેરફાર કરતાં જણાવ્યું કે 8 વર્ષથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે, તો તેનાથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 1 વર્ષ માટે જ માન્ય રહેશે

  • સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મોટો ફેરફાર કર્યો 
  • સરકારે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની વેલીડિટી નક્કી કરી
  • 8 વર્ષથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રહેશે

Vehicle Fitness Certificate : સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં (Central Motor Vehicle Rules) મોટો ફેરફાર કરતાંની સાથે જ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની વેલીડિટી નક્કી કરી છે. અંહિયા ખાસ વાત એ છે કે નવા નિયમો માત્ર કાર જેવા નાના વાહનો જ નહીં પરંતુ ટ્રક અને બસ જેવા મોટા અને કોમર્શિયલ વાહનો પર પણ લાગુ થશે.

8 વર્ષથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રહેશે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 8 વર્ષથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રહેશે, જ્યારે તેનાથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ માત્ર 1 વર્ષ માટે જ માન્ય રહેશે અને આ વાહનોની ફિટનેસ દર વર્ષે અપડેટ કરવામાં આવશે. કોમર્શિયલ લાઇટ મોટર વ્હીકલ (LMV) સિવાય આ નિયમ મોટા અને મધ્યમ કદના સામાન અને પેસેન્જર વાહનોને પણ લાગુ પડશે. સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે તમામ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ નિયમિત સમયાંતરે બનાવવામાં આવે.

ક્યાંથી કરાવવાનું રહેશે ફિટનેસ ટેસ્ટ
મંત્રાલયે બહાર પાડેલ  નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વાહનોનો ફિટનેસ ટેસ્ટ માત્ર રજિસ્ટર્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS) પરથી જ કરવાનો રહેશે. આ માટે કાયદા હેઠળ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. એક વખત નવો નિયમ લાગુ થયા બાદ જ્યાં વાહનનું રજીસ્ટ્રેશન થયું છે તે જ વિસ્તારમાં ટેસ્ટિંગ સ્ટેશન પર તેનું ફિટનેસ સર્ટિફિકેટ બનાવવામાં આવશે. .

અગાઉ છૂટ આપવામાં આવી ચુકી છે
સરકારે આવા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે 1 ઓક્ટોબર 2024 સુધીનો સમય આપ્યો હતો. નવા નિયમમાં જેને સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો, 2023માં ફરજિયાત કરવામાં આવ્યું છે કે વાહનોના રજીસ્ટ્રેશનના રિન્યુઅલ સમયે વાહન માટે બનાવેલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવું ફરજિયાત રહેશે. 

શું હોય છે ફિટનેસ સર્ટિફિકેટ?
ફિટનેસ સર્ટિફિકેટ (FC) એ એક દસ્તાવેજ છે જે જણાવે છે કે શું વાહન રસ્તા પર ચલાવવા માટેના તમામ ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં. વાહનને આપવામાં આવતું ફિટનેસ સર્ટિફિકેટ માત્ર એક નિશ્ચિત સમયગાળા માટે છે અને તેની માન્યતા સમાપ્ત થાય તે પહેલાં આ પ્રમાણપત્ર રિન્યુ કરાવવું ફરજિયાત રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ