બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi Government DA DR MSP hike before dashera

દેશ / Good News : સરકારી કર્મચારીઓ બાદ ખેડૂતો માટે ખુશખબર, હવે MSPમાં કરાયો વધારો, જાણો કેટલાં ટકા

Vaidehi

Last Updated: 03:43 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને મોટી રાહત આપતાં DA અને DRમાં 4%નો વધારો કર્યો છે જે બાદ ડીએ અને ડીઆર 46% થયાં છે.

  • સરકારે દિવાળી પહેલા કર્મચારીઓને આપી ભેટ
  • કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો
  • ખેડૂતોનાં રવિ પાકનાં MSPમાં પણ વધારો

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની સાથે-સાથે ખેડૂતોને પણ દિવાળીની મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને મોટી રાહત આપતાં DA અને DRમાં 4%નો વધારો કર્યો છે જે બાદ ડીએ અને ડીઆર 46% થયાં છે. કર્મચારીઓને જૂલાઈથી અત્યારસુધીનાં એરિયરની સાથે પૈસા મળશે. આ સિવાય સરકારે ખેડૂતોને રાહત આપતાં રવિ પાકના MSPમાં પણ વધારો કર્યો છે.

MSPમાં વધારો
કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતાં રવિ પાકનાં MSPમાં  વધારો કર્યો છે જે બાદ મસૂરની દાળનાં MSPમાં 425 રૂપિયા/ક્વિન્ટલ, સરસિયામાં 200 રૂપિયા ક્વિન્ટલ અને ઘઉંમાં 150 રૂપિયા/ક્વિન્ટલનો વધારો થયો છે. 

આ રવિ પાક માટે MSPમાં વધારો કરાયો

  1. મસૂરમાં રૂ. 425/ક્વિન્ટલનો વધારો
  2. ઘઉંના MSPમાં રૂ. 150/ક્વિન્ટલનો વધારો
  3. ચણાનાં  MSPમાં રૂ. 105/ક્વિન્ટલનો વધારો થયો છે
  4. કુસુમ પાકના MSPમાં રૂ. 150/ક્વિન્ટલનો વધારો
  5. જવના MSPમાં રૂ. 115/ક્વિન્ટલનો વધારો
  6. તેલીબિયાં અને સરસવના MSPમાં રૂ. 200/ક્વિન્ટલનો વધારો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ