બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / MLA son violates rules in lease numerous serious crimes against son of IPS

મહામંથન / પૈસાવાળા કે લાગવગવાળાને ક્યાં વાંધો છે? પણ વગ વગરના સામાન્ય માણસનો કોણ કરશે ન્યાય? કોની જવાબદારી?

Vishal Khamar

Last Updated: 09:49 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધારાસભ્યનાં દીકરા વિરૂદ્ધ ખનીજ ચોરી મામલે અધિકારીઓ દ્વારા માત્ર શરત ભંગનું કારણ આપી દંડ વસુલવામાં આવ્યો. જ્યારે આઈપીએસ અધિકારીનાં દીકરાએ તો હાઈકોર્ટને નકલી સ્ટે ઓર્ડર બનાવી દીધો. ત્યારે નેતા કે ઉચ્ચ અધિકારીનાં સંતાનોને જાણે કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી.

કાયદાના ઉંબરે ઉભેલો સામાન્ય માણસ એકમાત્ર વગવાળા વ્યક્તિની સામે આખી જિંદગી લડે તો પણ એને ન્યાય નસીબ થતો નથી. તમારી પાસે સરકારી અધિકાર છે, તમારી પાસે કાયદો બનાવનારા લોક પ્રતિનિધિનો પાવર છે, કે તમારી પાસે અખૂટ પૈસા છે, જેનાથી તમે ધાર્યું કરાવી શકો તો, આ દેશમાં તમે સૌથી પ્રતિષ્ઠિત અને સમાજમાં પુજાતા વ્યક્તિ છો. બે ટંકના ભોજન માટે કે પરિવારના ગુજરાન માટે પરસેવો પાડતો સામાન્ય માણસ આ વગદારોની વચ્ચે પોતાની જાતને એકલી સમજે છે. એવો માહોલ બની રહ્યો છે કે તમારી પાસે સત્તા છે તો તમે ગમે એટલા ગંભીર ગુના કરશો તો પણ કાયદાના કઠેડામાં તમારે ઉભું નથી રહેવુ પડે. 

  • ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના દીકરા વિરુદ્ધ ખનીજ ચોરીની ફરિયાદ થઈ હતી
  • કોટડા જડોદર નજીક બ્લેકટ્રેપ ખનીજની લીઝની તપાસ કરવામા્ં આવી હતી
  • તપાસમાં બેન્ટોનાઈટ ચોરી અને ગેચડા નદીમાંથી રેતી ચોરીનો ખુલાસો થયો હતો

સરાજાહેર નિર્દોષ નાગરિકોને કચડી નાખનારાની તરફેણ કરનારો પણ એક વર્ગ છે, કરોડોની ટેક્સ ચોરી કરનારાને બળ આપનારા લોકો પણ છે, અને પૈસાપાત્ર લોકો કાયદાનો ભંગ કરી જ શકે તેવી માન્યતાને સાચાપણામાં ઠેરવી ચૂકેલો પણ મોટો વર્ગ છે. કેટલાક કિસ્સાઓ એવા બની રહ્યાં છે, કે એને સમજવા પણ મુશ્કેલ છે, ચર્ચા એવા વ્યાજબી સવાલોની છે કે કેમ ધારાસભ્યની વગ હોય તો ખનીજ ચોરી પણ કેવી રીતે સંતાડી શકાય? અને નિવૃત્ત IPS અધિકારીના સંતાનો ઈચ્છે એમ કોર્ટ અને પોલીસને ઠેંગો બતાવી શકે? ચર્ચા એ કરીશું કે વગ વગરનો સામાન્ય માણસ કાયદાથી ન્યાય મેળવે કેવી રીતે?

  • તપાસમાં લીઝ કરારખત શરતભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી હતી
  • ખાણ-ખનીજ ખાતાએ કરાર શરતભંગનું કારણ આપી 20 હજારનો દંડ વસૂલ્યો હતો

અર્જુનસિંહ જાડેજા વિરુદ્ધ શું છે આરોપ?
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના દીકરા વિરુદ્ધ ખનીજ ચોરીની ફરિયાદ થઈ હતી. કોટડા જડોદર નજીક બ્લેકટ્રેપ ખનીજની લીઝની તપાસ કરવામા્ં આવી હતી. તપાસમાં બેન્ટોનાઈટ ચોરી અને ગેચડા નદીમાંથી રેતી ચોરીનો ખુલાસો થયો હતો. તપાસમાં લીઝ કરારખત શરતભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી હતી.  ખાણ-ખનીજ ખાતાએ કરાર શરતભંગનું કારણ આપી 20 હજારનો દંડ વસૂલ્યો હતો.

  • નિરવ જેબલિયા નિવૃત્ત IPS અધિકારી જેબલિયાના દીકરા છે
  • નિરવ વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસે ફરિયાદ દાખલ કરી છે
  • ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીને ગુજરાત હાઈકોર્ટનો નકલી સ્ટે ઓર્ડર બનાવી આપ્યો હતો

નિરવ જેબલિયા વિરુદ્ધ શું છે કેસ?
નિરવ જેબલિયા નિવૃત્ત IPS અધિકારી જેબલિયાના દીકરા છે. નિરવ વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીને ગુજરાત હાઈકોર્ટનો નકલી સ્ટે ઓર્ડર બનાવી આપ્યો હતો. નિરવે ડ્રગ્સના આરોપી પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા પાછા ન આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નિરવે કાર પેટે 4.23 લાખ લઈને કાર ન સોંપી હોવાની પણ ફરિયાદ થઈ છે.  અગાઉ કૃષિ વિભાગનો બોગસ નિમણૂક હુકમ બનાવ્યાનો પણ આરોપ છે.  સરકારી જમીન ભાડા પેટે આપવાનું કહી 40 લાખ પડાવ્યા હતા. જમીન દલાલ પાસેથી લીઝ આપવાના બહાને 23 લાખ પડાવ્યા હતા. નર્મદામાં રેતીની લીઝ અને  ભુજમાં મીઠા ઉત્પાદન માટે ભાડા પેટે જમીન આપવાના નામે 3.20 લાખની ઠગાઈ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ