બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / MLA Kumar Kanani raised questions regarding the bridge of Varachha Main Road in Surat

સુરત / 'વરાછા મેઈન રોડ પરના બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે?', ટ્રાફિક જામની સમસ્યાને લઇ મનપાને MLAનો સવાલ

Dinesh

Last Updated: 05:48 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનપા કમિશનરને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે કે, ગોકળગતિએ ચાલતી કામગીરીને લીધે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે, તો આ બ્રિજની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા માંગણી છે

  • સુરતના વરાછા મેઈન રોડના બ્રિજ મામલે MLAએ ઉઠાવ્યા સવાલ
  • MLA કુમાર કાનાણીનો SMC કમિશનરે લખ્યો પત્ર
  • સમયમર્યાદા ક્યારે પૂર્ણ થશે?: MLA

સુરતના વરાછા મેઈન રોડના બ્રિજ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી મેદાને આવ્યા છે. તેમણે બ્રિજના કામ મામલે સવાલો ઉઠાવ્યા છે. તેમજ નાના વરાછા અને મોટા વરાછાને જોડતા બ્રિજની કામગીરીને લઈ કાનાણીએ SMC કમિશનરે પત્ર લખી સવાલો કર્યો છે.

બ્રિજ મામલે પ્રશ્ન કરી સવાલ પૂછ્યા 
મનપા કમિશનરને ધારાસભ્ય કુમાર કાનાણીએ બ્રિજ મામલે પ્રશ્ન કરી સવાલ પૂછ્યા છે. બ્રિજ બનાવવાની સમય મર્યાદા ક્યારે પૂર્ણ થઈ તે બાબતે કાનાણીએ સવાલ કરતા મામલો ગરમાયો છે.  અત્રે તમને જણાવી દઈએ કે, વરાછા મેઈન રોડ ચીકુવાડી ખાતે ક્રોસિંગ બ્રિજની કામગીરી ચાલી રહી છે. તેમજ બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામ થતો હોવાની પત્રમાં રજૂઆત કરાઈ છે. 

શું લખ્યું પત્રમાં
તેમણે પત્રમાં લખ્યું છે કે, નાનાવરછા અને મોટા વરાછાને જોડતા રીવરબ્રિજની કામગીરીની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઈ છે ? કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે વધારાની સમયમર્યાદા માંગવામાં આવી હતી કે કેમ અને તેના શુ કારણો આપવામાં આવેલા હતા. માંગેલ વધારાની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઈ ? વધુમાં તેમણે એમ પણ પત્રમાં લખ્યું છે કે,  લોક આંદોલન થાય તે પહેલા આ બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા બાબતે પત્ર લખેલો. તેમણે આ લેટરમાં લખ્યું છે કે, ગોકળગતિએ ચાલતી કામગીરીને લીધે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે.તો આ બ્રિજની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા માંગણી છે

જુઓ પત્ર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ