બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Millionaires leave India: 6500 rich Indians will leave the country this year, China is worse... this country is the first choice!

નવો ટ્રેન્ડ / હજારો કરોડપતિઓ ભારત છોડી વિદેશ ચાલ્યા, ચીનની હાલત તો તેનાથી પણ વધુ ખરાબ, એક રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

Pravin Joshi

Last Updated: 09:06 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં પોતાનું ઘર બનાવનારા લોકોની સૌથી વધુ સંખ્યા ચીનની છે, જ્યાંથી આ વર્ષે 13500 અમીર લોકો સ્થળાંતર કરવાનો અંદાજ છે. જ્યારે ગયા વર્ષે 10,800 અમીર લોકો ચીન છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા હતા.

  • આ વર્ષે 6500 અમીર ભારતીયો દેશ છોડી દેશે
  • ચીનમાંથી 13500 અમીર લોકો સ્થળાંતર કરશે
  •  2022માં 7500 ભારતીયોએ દેશ છોડી દીધો હતો

દર વર્ષે લાખો લોકો સારી રોજગાર માટે વિદેશ જાય છે. પરંતુ આ બધાની વચ્ચે એવા સેંકડો અમીર લોકો છે, જે દર વર્ષે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થાય છે. ખેર, અમીર લોકો માટે વિદેશમાં જઈને સ્થાયી થવું એ કોઈ નવી વાત નથી.એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વર્ષે પણ મોટી સંખ્યામાં અમીર ભારતીયો દેશ છોડી શકે છે. જોકે, આ વર્ષે ચીનમાંથી મોટાભાગના કરોડપતિઓ અન્ય દેશોમાં જઈને સ્થાયી થશે. આ યાદીમાં ભારત બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં ભારત માટે એ ચિંતાનો વિષય છે કે કરોડપતિઓ દેશ કેમ છોડી રહ્યા છે. હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર, 6500 હાઈ નેટવર્થ વ્યક્તિઓ એટલે કે HNIs 2023માં દેશ છોડી શકે છે. જો કે, આ સંખ્યા ગયા વર્ષની સરખામણીએ ઓછી છે, જ્યારે સાડા 7 હજાર HNIsએ ભારત છોડ્યું હતું.

મોટી હોનારત ટળી : બેંગલુરુથી માલદીવ જઈ રહેલી GO FIRST ફ્લાઈટની ઈમરજન્સી  લેન્ડિંગ | go first flight emergency landing at Coimbatore airport all  passenger are safe

2022માં 7500 ભારતીયોએ દેશ છોડી દીધો હતો

વિશ્વભરમાં સંપત્તિ અને રોકાણના સ્થળાંતર પર નજર રાખતા હેન્લીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં ઘર બનાવનારા લોકોની સૌથી વધુ સંખ્યા ચીનમાંથી છે, જ્યાંથી આ વર્ષે 13500 અમીર લોકોનું સ્થળાંતર થવાની ધારણા છે. જ્યારે ગયા વર્ષે 10,800 અમીર લોકો ચીન છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા હતા. આ યાદીમાં ત્રીજા સ્થાને બ્રિટન છે, જ્યાંથી આ વર્ષે 3200 કરોડપતિઓ દેશ છોડે તેવી શક્યતા છે. રશિયામાંથી 3 હજાર ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ અન્ય દેશોમાં જવાની અપેક્ષા છે અને તે આ યાદીમાં ચોથા નંબર પર છે.

વિદેશ ફરવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો પહેલાં ઉતરાવી લેજો આ ઇન્સ્યોરન્સ  પ્લાન, નહીં તો મુકાશો મુશ્કેલીમાં | Travel Insurance must buy this  insurance plan while ...

વિશ્વભરના ધનિકોના સ્થળાંતરનો ટ્રેન્ડ

જો કે, મોટાભાગના નિષ્ણાતો માને છે કે કરોડપતિઓ દેશ છોડીને જતા રહે તે બહુ ચિંતાનો વિષય નથી. તેની પાછળની દલીલ એ છે કે 2031 સુધીમાં કરોડપતિઓની વસ્તી લગભગ 80 ટકા વધી શકે છે. આ સમયગાળા દરમિયાન ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા સંપત્તિ બજારોમાંનું એક હશે. આ સાથે દેશમાં ફાઇનાન્શિયલ સર્વિસ, ટેક્નોલોજી અને ફાર્મા સેક્ટરમાંથી સૌથી વધુ કરોડપતિઓ ઉભરી આવશે. આવી સ્થિતિમાં ભારતના દૃષ્ટિકોણથી 2022 માં આ સંખ્યામાં ઘટાડો એ મોટી રાહતના સમાચાર છે.

Topic | VTV Gujarati

શ્રીમંત લોકો પોતાનો દેશ કેમ છોડે છે?

સવાલ એ થાય છે કે શ્રીમંત લોકો પોતાનો દેશ કેમ છોડે છે? વાસ્તવમાં ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોમાં જટિલતાઓને કારણે દર વર્ષે હજારો અમીર લોકો દેશ છોડીને જતા રહે છે. ઓસ્ટ્રેલિયા, દુબઈ અને સિંગાપોર જેવી જગ્યાઓ વિશ્વભરના અમીરો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે કારણ કે અમીરો એવા દેશોમાં જવાનું પસંદ કરે છે જ્યાં ટેક્સ સંબંધિત નિયમો લવચીક હોય છે. આ રિપોર્ટ અનુસાર યુકે, રશિયા, બ્રાઝિલ, હોંગકોંગ, સાઉથ કોરિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા, જાપાન, વિયેતનામ અને નાઈજીરિયામાંથી ગયા વર્ષ કરતાં વધુ અમીર લોકો સ્થળાંતર કરશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ વિદેશી ધનિક લોકો ઓસ્ટ્રેલિયા, યુએઈ, સિંગાપોર, અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, કેનેડા, ગ્રીસ, ફ્રાન્સ, પોર્ટુગલ, ન્યુઝીલેન્ડ અને ઇટાલીમાં સ્થાયી થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયા સૌથી પ્રિય સ્થળ

ઓસ્ટ્રેલિયા કરોડપતિઓ માટે સૌથી પ્રિય સ્થળ છે તેની ઘણી ખાસ વાતો છે. ઑસ્ટ્રેલિયાની આબોહવા, દરિયાકિનારા, સલામતી, સારી આરોગ્ય વ્યવસ્થા, જીવનની ગુણવત્તા, વધુ સારી શિક્ષણની તકો, સરળ કર પ્રણાલી અને સારી અર્થવ્યવસ્થાના કારણે મોટા ભાગના ધનિક લોકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાનું પસંદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ