બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / આરોગ્ય / midnight toilet habit symptom of aggressive cancer warn expert

બિમારીના એંધાણ / અડધી રાતે ટોઇલેટ જતાં હોવ તો થઈ જજો અલર્ટ! આ ગંભીર બીમારીનો હોઇ શકે છે સંકેત

Premal

Last Updated: 02:46 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં લોકોને વારંવાર અડધી રાત્રે બાથરૂમ જવાની જરૂર પડે છે. આ કન્ડીશનને નોક્ટૂરિયા પણ કહે છે, જે એક ગંભીર બિમારીનો સંકેત પણ હોઇ શકે છે. આરોગ્ય નિષ્ણાંતો મુજબ, રાત્રે વારંવાર પેશાબ આવવો પ્રોસ્ટેટ કેન્સરનો એડવાન્સ સ્ટેજ હોઇ શકે છે અને તેને બિલકુલ નજર અંદાજ ના કરવુ જોઈએ.

  • શું તમારે અડધી રાત્રે વારંવાર બાથરૂમ જવુ પડે છે?
  • આ પ્રોસ્ટેટ કેન્સરનો એડવાન્સ સ્ટેજ હોઈ શકે છે
  • જો આવુ થતુ હોય તો તાત્કાલિક તમારા તબીબની સલાહ લો

નોક્ટૂરિયા કેમ છે ખતરનાક

અમેરિકાના નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, મૂત્રમાર્ગમાં વધતા ટ્યુમરના કારણે રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યા ઉભી થાય છે. આ ઉપરાંત પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેડિએશનની સાઈડ ઈફેક્ટને કારણે પણ આવુ થઇ શકે છે. NHSની વેબસાઈટ મુજબ, સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સરના કોઈ પણ લક્ષણો ત્યાં સુધી જોવા મળતા નથી કે જ્યાં સુધી તે વધે નહીં અને તેના કારણે યુરિનવાળી ટ્યુબ પર પણ દબાણ વધે છે. દિવસની તુલનાએ રાત્રે વારંવાર બાથરૂમ જવુ પ્રોસ્ટેટ કેન્સરનું એક લક્ષણ છે.

પ્રોસ્ટેટ કેન્સર શું છે?

પ્રોસ્ટેટ એક નાની ગ્રંથિ હોય છે, જે ફક્ત પુરૂષોમાં હોય છે. આ પુરૂષોના મૂત્રમાર્ગની પાસેથી પસાર થાય છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ એક પ્રવાહી પદાર્થનું ઉત્પાદન કરે છે, જે શુક્રાણુની સાથે મળીને વીર્યને બનાવે છે. પ્રજનન માટે આ ખૂબ જરૂરી હોય છે. જોકે, શરીરના બધા અંગોની જેમ તેમાં પણ કેન્સર હોઈ શકે છે. જ્યારે તેની કોશિકાઓ અનિયંત્રિત રીતે વધવા લાગે છે. ઘણાં પુરૂષ આ કેન્સરની સાથે લાંબા સમય સુધી જીવે છે અને તેમને તેના લક્ષણોનો અહેસાસ પણ થતો નથી. બીજી તરફ લોકોમાં આ કેન્સર ફેલાઈ જાય છે, જે જીવલેણ હોઈ શકે છે.

60 ટકાથી વધુ પુરૂષો લક્ષણો સમજી શકતા નથી

તબીબી નિષ્ણાંતો મુજબ, પ્રોસ્ટેટ કેન્સરની ઝપેટમાં આવતા પુરૂષોની સંખ્યા છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત વધી રહી છે. ચિંતાની વાત એ છે કે મોટાભાગના પુરૂષોને આ બિમારી અંગે જાણ થતી નથી. 60 ટકાથી વધુ પુરૂષો તેના લક્ષણો અને સંકેતોને સમજી શકતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ