બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Meteorological Department's big forecast regarding rainfall in Gujarat

મેઘો મુશળધાર / રવિવારથી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, મઘ્ય અને ઉત્તર ગુજરાત માટે હવામાન વિભાગની મોટી આગાહી

Vishnu

Last Updated: 10:20 PM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં 21મી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, રવિવારથી 'ઓરેન્જ' એલર્ટ

  • રવિવારથી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
  • ઉત્તર ગુજરાતમાં રહેશે ભારે વરસાદ
  • રાજ્યમાં 21મી સપ્ટેમ્બરથી અતિભારે વરસાદની અગાહી

હવે નહીં પડે દુકાળ, મેઘો છે મુશળધાર
ગુજરાતમાં હજુ પણ વરસાદની માહોલ છવાયેલો જુવા મળી રહ્યો છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ગુજરાતમાંથી જળસંકટનો ખતરો ટળ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદના અભાવના કારણે સિંચાઈથી લઈને જળાશયો માટે પાણીની અછત વરર્તાઈ રહી હતી જો કે સપ્ટેમ્બર મહિલા બાદ મેઘરાજામાં મન મુકીને વરસતા હાલ અનેક ચેડડેમમાં પાણીની સારી આવક થઈ છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં 21મી સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રવિવારથી 'ઓરેન્જ' એલર્ટ આપવામાં આવ્યું છે. 

કઈ સિસ્ટમ સક્રિય થઈ
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ સપ્તાહે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જે હાલની સ્થિતિએ મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી
જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના પણ અપાઈ છે. રાજ્યના હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. 

ક્યા જિલ્લામાં વરસશે વરસાદ?
પંચમહાલ,મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા,નર્મદા,નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

કયા કેટલો વરસાદ?
ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા જેટલો વરસાદ જોવા મળ્યો છે.  હજુ પણ ગુજરાતના અનેક એવા ભાગો છે જ્યાં વધુ વરસાદની જરૂર છે. ખાસ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ છે ત્યાંના ખેડૂત પણ હજુ વધુ વરસાદની આશા બાંધી બેઠા છે ત્યારે હવામાન વિભાગની આ આગાહી ઉત્તર ગુજરાત માટે છે. કાલ ગુજરાતઆમાં મેઘો જમાવટ કરે તેવા એંધાણ છે. 
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી મધ્ય ભારતમાં વરસાદ થશે. ત્યારે જાણી લઈ કે કયા કેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે.

ઝોન ટકા ઇંચ
દક્ષિણ ગુજરાત 73.9 42.5
ઉત્તર ગુજરાત 57.4 16.15
મધ્ય ગુજરાત 62.8 19.9
સૌરાષ્ટ્ર 87.1 24
કચ્છ 75.15 13
ગુજરાત 73.67 24.33
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ