બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Meeting of BJP's state executive in Surat

ELECTION-2022 / VIDEO: સુરતમાં નીતિન પટેલ સાથે સેલ્ફી પડાવવા ભાજપ કાર્યકરોમાં ક્રેઝ, કારોબારી બેઠક અંગે આપ્યું નિવેદન

Khyati

Last Updated: 03:07 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પ્રદેશ ભાજપની બેઠક મળી જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા, બેઠકમાં ગુજરાતના વિકાસને લઇને ચર્ચા કરવામાં આવી

  • વિધાનસભાની ચૂંટણીના મંથન માટે સુરતમાં પ્રદેશ ભાજપની બેઠક
  • ભાજપના દિગ્ગજ નેતાઓ બેઠકમાં થયા સામેલ
  • બેઠકના સ્થળે સરદાર પટેલની પ્રતિમા સાથે વીડિયો બનાવવા મૂકાયો સ્ટોલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.  ત્યારે સુરતમાં પ્રદેશ ભાજપની બેઠક મળી. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સામેલ થયા.  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પુરુષોત્તમરૂપાલ, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિત  રાજકીય દિગ્ગજો ખાસ હાજર રહ્યા.  એક બાદ એક મહાનુભવો કાર્યક્રમમાં સામેલ થતા ગયા.  જે દરમિયાન લોકોએ તેમને ઘેરી વળીને સેલ્ફી લેતા જોવા મળ્યા. તેમાં પણ સૌથી વધારે સેલ્ફી લેવાનો ક્રેઝ નીતિન પટેલ સાથે જોવા મળ્યો હતો. 

રાષ્ટ્રીય કારોબારીમાં થયેલા નિર્ણયોની ચર્ચા- નીતિન પટેલ

તો આ પ્રસંગે હાજર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બેઠક અંગે વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે  ગુજરાતની પ્રદેશ કારોબારી સુરતમાં શરૂ થઇ રહી છે. થોડા દિવસ અગાઉ રાષ્ટ્રીય કારોબારી હૈદરાબાદમાં યોજાઇ હતી. ત્યાં જે નિર્ણયો થયા છે તે વિશે આ બેઠકમાં ચર્ચા કરાશે, રાજકીય પ્રસ્તાવ તથા પીએમ મોદીની કામગીરીને આવકારતો ઠરાવ તથા અન્ય જે પ્રસ્તાવો અહીં રજૂ કરવામાં આવે તે અંગે કારોબારીમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગુજરાતની જનતાની વધુ સારી સેવા અને વિકાસ થાય તે માટે લાખો કાર્યકરો કારોબારીમાં જે નિર્ણય થશે તે પ્રમાણેની અમલવારી કરશે. 

 

સરદાર પટેલના સ્ટેચ્યુ સાથે વીડિયો બનાવવાનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર 

તો બેઠક બાદ 325 અગ્રણી કાર્યકરો સરકારી યોજનાઓને લઇને જશે તે અંગે નીતિન પટેલે જણાવ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં વિધાનસભા વિસ્તાર દીઠ પ્રચારકની જેમ વિસ્તારક તરીકે કામ કરે છે. ત્યારે સુરતમાં પણ ગુજરાતના જે સિનિયર કાર્યકરો આવ્યા છે તેઓને નજીકના વિસ્તારોમાં ભાજપના પ્રચારક તરીકે જવાનું થશે. ત્યાંના કાર્યકરો, ધારાસભ્યોને સાથે રાખીને બધુ સારી રીતે થાય તે માટે મદદરૂપ થશે તેમ જણાવ્યુ હતું.  

મહત્વનું છે કે સુરતમાં  પ્રદેશ કારોબારીની બેઠકમાં  સરદાર પટેલના સ્ટેચ્યુ સાથે વીડિયો બનાવવા માટેનો સ્ટોલ મુકાયો હતો જે પ્રદેશના પ્રભારીઓ અને હોદ્દેદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ