બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Match between top-2 teams in points table, New Zealand set India a target of 274 runs to win, Shami took 5 wickets

World cup 2023 / IND vs NZ: આજે ઈતિહાસ બદલાશે: ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 274 રનનો ટાર્ગેટ, શમીએ 5 વિકેટ ખેરવી

Pravin Joshi

Last Updated: 06:15 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023ની 21મી મેચ રવિવારે ધર્મશાલામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમ વચ્ચે મુકાબલો
  • ન્યુઝીલેન્ડે ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો
  • ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ 
  • મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી


વર્લ્ડ કપ 2023ની 21મી મેચ રવિવારે ધર્મશાલામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો છે.  ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનમાં ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલ અને ભારતના મોહમ્મદ શમીનું વર્ચસ્વ હતું. ડેરીલ મિશેલે 130 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે આ વર્લ્ડ કપમાં ભારત સામે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. જ્યારે મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 10 વિકેટે 274 રન બનાવ્યા હતા. 40 ઓવર બાદ કિવી ટીમનો સ્કોર 219 રન હતો, ત્યારપછી એવું લાગતું હતું કે સ્કોર 300ને પાર કરી જશે. પરંતુ છેલ્લી ઓવરોમાં મોહમ્મદ શમીએ સતત વિકેટો લીધી અને ન્યૂઝીલેન્ડને મોટો સ્કોર કરતા અટકાવી દીધી. ન્યુઝીલેન્ડ માટે ડેરીલ મિશેલે 127 બોલમાં 130 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. આ સિવાય રચિન રવિન્દ્રએ 75 રન બનાવ્યા હતા.

મોહમ્મદ શમીનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ

ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ન્યુઝીલેન્ડે પણ ચારેય મેચ જીતી છે અને તમામમાં જીત મેળવી છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી છે.ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. મોહમ્મદ શમીનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે.

ઈતિહાસ બદલી જશે

ખાસ વાત એ છે કે 2003 પછી ભારત વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે ક્યારેય જીત્યું નથી. પરંતું આ મેચમાં ટાર્ગેટ અને ભારતની બેટિંગ લાઈન જોતાં એવું લાગી રહ્યું છે કે આજે ઈતિહાસ બદલી જશે અને ભારતનો ન્યુઝીલેન્ડ સામે આઈસીસી ટુર્નામેન્ટમાં હારનો સિલસિલો અટકી જશે અને ભારતની શાનદાર જીત થશે. 

ભારતની પ્લેઈંગ ઈલેવન: 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન:

ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ