બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / રાજકોટ / match between India and Pakistan Rajkot slogans of Indias cricket fever

ઉત્સાહ / ભારત-પાકિસ્તાનના મહામુકાબલાને લઇને રાજકોટના ગગનમાં ગૂંજ્યા ભારતની જીતના નારા, બરાબરનો જામ્યો ક્રિકેટ ફીવર

Kishor

Last Updated: 06:47 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન વચ્ચેના ટી-20 મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભાવિ ક્રિકેટરોએ 'જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગા'નાં નારા લગાવ્યા હતા.

  • આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
  • રાજકોટમાં ક્રિકેટ ફિવર જામ્યો
  • રાજકોટના લોકો મેચ જોવા ઉત્સુક

એશિયા કપ અંતર્ગત આજે ભારત તેમજ પાકિસ્તાન વચ્ચે ટી-20 મુકાબલો યોજાઇ રહ્યો છે. જેને લઈ ભારત - પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં ઉત્તેજના જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં પણ બરાબરનો ક્રિકેટ ફીવર જામ્યો છે. શહેરનાં રેસકોર્સ ખાતેની ક્રિકેટ એકેડમીમાં ભાવિ ક્રિકેટરોએ તો 'જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગા'નાં નારા લગાવ્યા હતા. સાથે એકેડમીનાં કોચ કૌશિક અઢીયાએ ભારત માત્ર જીત જ નહીં મેળવે પરંતુ સારા માર્જિનથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ એકેડમીમાં તાલીમ લઈ રહેલા બાળકોએ પણ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

એકેડમીનાં બાળકોમાં ભારે ઉત્સાહ 
આ મામલે એકેડમીના કોચ કૌશિક અઢીયાએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનનાં આ મેચને લઈને છેલ્લા ઘણા દિવસોથી એકેડમીનાં બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચમાં ભારતનો વિજય નિશ્ચિત છે. વિરાટ કોહલી પહેલેથી જ પાકિસ્તાન સામે હંમેશા તેનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો છે. અને આજે પણ વિરાટ પોતાનો જાદુ ચલાવી પાકિસ્તાનનાં દાંત ખાટા કરી નાખશે. એજ રીતે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, યજુવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા સાહિતના પોતાનું ફોર્મ બતાવી પાકિસ્તાનને હરાવશે. તેમાં પણ ભારતની સારા માર્જિનથી રેકોર્ડબ્રેક જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. 


 મહિલા ક્રિકેટરએ પણ ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
બીજી તરફ એકેડમીનાં વિદ્યાર્થીઓએ પણ ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે, આપણા ઓપનિંગ બેટ્સમેનો જ 200 કરતા વધુ રન કરશે. સાથે જ ચહલ, જાડેજા અને ભુવનેશ્વર કુમાર જબરદસ્ત બોલિંગ કરી જીત ભારતના નામે કરશે. આ તકે મહિલા ક્રિકેટર બનવા ઇચ્છતી એંજલે કહ્યું હતું કે, આ મેચ નિહાળવા અમે ઉત્સુક છીએ. રાહુલ અને રોહિત સારું ઓપનિંગ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ